Surat : હદ વિસ્તરણ બાદ હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા 3567 સ્ટાફની કરાશે ભરતી

|

Jul 14, 2022 | 9:25 AM

નવા સમાવિષ્ટ વિસ્તારોમાં(Area ) વિકાસના કાર્યોને વેગ આપી શકાય. સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં થોડા મહિના પહેલા જ 27 ગામો અને 2 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Surat : હદ વિસ્તરણ બાદ હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા 3567 સ્ટાફની કરાશે ભરતી
Surat City (File Image )

Follow us on

સુરત (Surat ) મનપાની વધેલી હદ અને વિસ્તરેલા વહીવટ વચ્ચે સતત ઉચ્ચ અધિકારીઓ(Officers ) નિવૃત્ત થઇ રહ્યા હોવાથી મનપામાં હાલ અધિકારીઓની અછત (Shortage ) પ્રવર્તી રહી છે. જેના કારણે સરકાર નિયુક્ત અધિકારીઓ ઉપરાંત નિવૃત્ત અધિકારીઓનું પણ કરારીય ધોરણે ચાલુ રાખી ગાડું ગબડાવવું પડી રહ્યું છે. ત્યારે હવે સુરત મનપાના હાલના 474 ચોરસ કિમી વિસ્તાર અને આશરે 60 લાખની વસતીને ધ્યાને રાખી મનપાની કામગીરી તેમજ વહીવટીમાં સરળતા રહે એ માટે મનપામાં વિવિધ કેડરની સ્ટાફની તંગી નિવારવી જરૂરી છે.

મનપાના નવા બે ઝોન સહિત નવ ઝોન અને વિવિધ વિભાગોની જરૂરિયાત ધ્યાને રાખી વિવિધ કેડરની 3567 જગ્યા કાયમી ધોરણે ઉભી કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં આસિ. મ્યુ. કમિશનર અને કાર્યપાલક ઇજનેરની 8 જગ્યાનો તેમજ કાર્યપાલક ઇજનેરની 8 જગ્યાનો પણ સમાવેશ થાય છે.

દરખાસ્તમાં વર્ગ-1થી વર્ગ 4ની જરૂરિયાતને આધારે મહેકમ વિભાગ દ્વારા આ કાયમી જગ્યાઓ ઊભી કરવા અને અમુક જગ્યાએ મહેકમ પરિશિષ્ટમાં સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે પ્રવર્તમાન મહેકમ શિડ્યુલ્ડ યથાવત રાખવામાં આવશે અને વિવિધ ઝોન અને વિભાગોની જરૂરિયાત મુજબ આ મહેકમ શિડ્યુલ્ડ પરની જગ્યાઓ કાયમી ધોરણે ઉભી કરવાની ભલામણ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મનપા કમિશનર દ્વારા નવા વિસ્તારોના સમાવેશ બાદ તથા વિવિધ ઝોન/ વિભાગોની સ્ટાફની માંગણી ધ્યાને રાખી 21મી જાન્યુઆરી-2021ના રોજ ચાર અધિકારીઓની કમિટી બનાવી નવા વિસ્તારોમાં કેટલા મહેકમની જરૂરિયાત છે તે બાબતે અભ્યાસ કરી રિપોર્ટ કરવાનું કામ સોંપ્યું હતું. જે રિપોર્ટ તૈયાર થઇ જતાં સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ઉભી કરવાની સાથે સાથે તે કામ માટે જરૂરી મહેકમ ઉભું કરવા માટેની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે. જેથી નવા સમાવિષ્ટ વિસ્તારોમાં વિકાસના કાર્યોને વેગ આપી શકાય. સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં થોડા મહિના પહેલા જ 27 ગામો અને 2 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હદ વિસ્તરણ બાદ શહેરનો વિસ્તાર 329 ચોરસ કિલોમીટરથી વધીને 475 ચોરસ કિલોમીટર થઈ ગયો છે.

Next Article