AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સ્માર્ટ સીટી સુરતમાં લાખોના ખર્ચે બનાવેલા બસ સ્ટેન્ડ શ્રમિકોના કાયમી ઘર બની ગયા

સ્માર્ટ સીટી સુરતમાં મહાનગરપાલિકા તેના સ્માર્ટ વહીવટ માટે જાણીતી છે. સુરત કોર્પોરેશન એક એવી કોર્પોરેશન છે જેણે શહેરને ઝીરો સ્લમ સીટી બનાવી છે.

Surat: સ્માર્ટ સીટી સુરતમાં લાખોના ખર્ચે બનાવેલા બસ સ્ટેન્ડ શ્રમિકોના કાયમી ઘર બની ગયા
લાખોના ખર્ચે બનાવેલા બસ સ્ટેન્ડ શ્રમિકોના કાયમી ઘર બની ગયા
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 10, 2021 | 3:32 PM
Share

સ્માર્ટ સીટી (Smart City) સુરતમાં મહાનગરપાલિકા તેના સ્માર્ટ વહીવટ માટે જાણીતી છે. સુરત કોર્પોરેશન (SMC) એક એવી કોર્પોરેશન છે જેણે શહેરને ઝીરો સ્લમ સીટી બનાવી છે. સુરત મનપા રાજ્યમાં ગરીબોને સૌથી વધારે આવાસ બનાવી આપનારી અગ્રેસર મનપા પણ હશે. પણ આ પાલિકાએ ફક્ત ગરીબ લોકોને આવાસો જ નથી આપ્યા પણ ફૂટપાથ પર પણ સાડા પાંચ લાખના ખર્ચે પણ ઘર કરી આપ્યા છે.

શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનના નામે સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે અને તેના માટે લોકોને બસ પકડવા સુવિધા મળી રહે તે માટે બસ સ્ટેન્ડ પણ બનાવ્યા છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ બસ સ્ટેન્ડ હવે શ્રમિક અને ફૂટપાથ પર રહેતા લોકો માટે મકાન જેવા જ સાબિત થયા છે અને આ મકાન જેવા તેવા પણ નહીં તેની કિંમત છે સાડા પાંચ લાખ રૂપિયા.

સુરત જેવા શહેરમાં આટલી કિંમતમાં એક નાનું મકાન ખરીદી શકાય છે. પણ સુરતની સ્માર્ટ કોર્પોરેશને સ્માર્ટ વહીવટના ભાગરૂપે સાડા પાંચ લાખ રૂપિયાના ખર્ચે એક બસ સ્ટેન્ડ તૈયાર કર્યું છે. એવું તો શું છે આ બસ સ્ટેન્ડમાં, જેના માટે આટલા રૂપિયા ખર્ચ કરવા પડ્યા. આ એવા બસ સ્ટેન્ડ છે જ્યાં ન તો બસનું કોઈ ટાઈમ ટેબલ છે. ના તો કોઈ મુસાફર બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા.

કેટલાક બસ સ્ટેન્ડ તો એવી જગ્યાએ છે જ્યાં બસ ઉભી રહેતી જ નથી. જ્યારે કેટલાક બસ સ્ટેન્ડ એવી જગ્યાએ છે જેની આગળ અન્ય વાહનોનું જ પાર્કિંગ એટલું બધું છે જેના લીધે ના તો મુસાફરોને બસ દેખાઈ શકે છે. ના તો બસના ડ્રાઇવરને મુસાફર દેખાઈ શકે છે. તો પછી થાય શુ ? થાય એવું કે ધીમે ધીમે આ બસ સ્ટેન્ડ ફૂટપાથ પર જીવતા ગરીબો અને શ્રમિકો માટે પહેલા હંગામી અને પછી કાયમી ઘર બની ગયા.

આજે આ બસ સ્ટેન્ડ પર આ ગરીબોનું ભોજન કહો કે કપડાં કહો. બધું આ બસ સ્ટેન્ડ પર જ મળી રહે છે. ટૂંકમાં, શ્રમિકોને આ બસ સ્ટેન્ડ આવવાથી જાણે સાડા પાંચ લાખનું બસ સ્ટેન્ડ નહિ પણ એક છત જ મળી ગઈ છે.

સામુહિક પરિવહન સેવા માટે મોટા ઉપાડે બનાવી દીધેલાં બસ સ્ટેન્ડ લોકોની સુવિધા વધારવાના બદલે મુશ્કેલી વધારી રહ્યા છે. મ્યુનિસિપલ તંત્રએ બસ સ્ટેન્ડની ડિઝાઇન અને લોકેશન માટે લાખો રૂપિયા ખર્ચીને એજન્સીને કામગીરી સોંપી હતી. સેપ્ટ નામની સંસ્થા પાસે બસ સ્ટેન્ડ બનાવવા માટે સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી.

* 5 થી 5.30 લાખનાં ખર્ચે એક બસ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય. * શહેરમાં આવા 950 જેટલાં બસ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય. * અત્યાર સુધી 500 થી વધુ જેટલાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. * જેમાંથી 25 થી વધુ બસ સ્ટેન્ડ ખોટી જગ્યાએ ઉભા કરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. * જેને પછીથી તોડી પણ નાંખવામાં આવ્યા હતા.

આમ, લાખો કરોડો રૂપિયા ખર્ચીને પણ શાસકોની અણઘડ નીતિથી આ પ્રકારનાં બસ સ્ટેન્ડ હાલ બિનઉપયોગી સાબિત થઇ રહ્યા છે. આવા અનેક બસ સ્ટેન્ડ ખોટી રીતે બનાવી દીધા હોવાથી લોકોનાં લાખો રૂપિયાનો બગાડ તો થયો જ છે અને સાથે આવા બસ સ્ટેન્ડ શ્રમિકોના કાયમી આશિયાના બની ગયા છે.

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">