Surat: WHO દ્વારા કોરોનાને પબ્લિક હેલ્થ ગ્લોબલ ઈમરજન્સીમાંથી બહાર કરાતા સુરતમાં 1000 બેડની કોવિડ હોસ્પિટલને કરાઈ બંધ
Surat: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ દ્વારા કોવિડને હવે પબ્લિક હેલ્થ ગ્લોબલ ઈમરનજન્સીના લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. હાલ કોરોનાના કેસ પણ ઘટ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી 1000 બેડની કોવિડ હોસ્પિટલને પણ બંધ કરી દેવામાં આવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ શુક્રવારે કોરોનાને લઈને મોટી રાહત આપી છે. WHOએ કહ્યું કે કોવિડ હવે પબ્લિક હેલ્થ ગ્લોબલ ઈમરજન્સી નથી. ત્યારે કોરોનાની શરૂઆતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી 1000 બેડની કોવિડ હોસ્પિટલને આજથી બંધ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સિટીમાં 64 એક્ટિવ કેસ છે. જો કે તે તમામ હોમ આઇસોલેશનમાં છે. એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. કોવિડ હોસ્પિટલ બંધ કરવા અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે સમર્થન આપ્યું હતું.
2020માં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ હતી
સુરતમાં 2020માં સિવિલ હોસ્પિટલમાં આવેલી સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોના મહામારીના કારણે 1000 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જેમાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી હતી. અત્યાર સુધીમાં લાખો કોરોના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થયા હતા.
વર્ષની શરૂઆતમાં કોરોનને લઈને કરાઈ હતી તૈયારીઓ
સુરતમાં ડિસેમ્બર મહિનામાં કોરોનાની રી એન્ટ્રી ભણકારા સંભાળતા હતા. જેને પગલે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તૈયારી શરૂ કરી દીધી હતી. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે પાલિકા તંત્રએ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં તૈયારી શરુ કરી દીધી હતી. માર્ચ મહિનાથી કેસ વધવાનું શરૂ થયું હતું. જેમાં ડબલ ડિજિટમાં કેસ આવવાનું શરૂ થઈ ગયું હતું. હાલ સિંગલ ડિજિટમાં કેસ આવી રહ્યા છે. જોકે તેમને સામાન્ય અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: કોરોનાને લઇને WHOની સૌથી મોટી જાહેરાત, કોરોના થયો હવે પૂરો વાંચો તમામ માહિતી જે દરેકે જાણવી છે જરૂરી
હાલ સુરત સિટીમાં 64 એક્ટિવ કેસ
છેલ્લા બે મહિનામાં સુરત સિટીમાં 1106 કેસ નોંધાયા હતા. જ્યારે બે દર્દીના મોત થયા હતા. આ સાથે જ હાલ સુરત સિટીમાં 64 એક્ટિવ કેસ છે. તમામ દર્દીઓ હોમ આઇસોલસનમાં છે અને એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. ગત રોજ સુરતમાં 5 કેસ સામે આવ્યા હતા અને 18 દર્દી સાજા થયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…