Surat : ટેક્સટાઇલ માર્કેટને લાગ્યું કોરોના મહામારીનું ગ્રહણ, રોજિંદા માત્ર 30 કાપડના ટ્રક દેશના અન્ય બજારમાં જાય છે

|

Jun 16, 2021 | 1:26 PM

સુરતનું કાપડ માર્કેટ ખુલી તો ગયું છે, પરંતુ સ્થિતિ એ છે કે કાપડ માર્કેટ (Textile Market) ખુલ્યાના ચોથા અઠવાડિયા પછી પણ રોજિંદા ફક્ત 30 ટ્રક કાપડ જ બહારના બજારોમાં જઈ રહ્યું છે.

Surat : ટેક્સટાઇલ માર્કેટને લાગ્યું કોરોના મહામારીનું ગ્રહણ, રોજિંદા માત્ર 30 કાપડના ટ્રક દેશના અન્ય બજારમાં જાય છે
કાપડ માર્કેટને લાગ્યું ગ્રહણ

Follow us on

Surat: સુરતનું કાપડ માર્કેટ ખુલી તો ગયું છે, પરંતુ સ્થિતિ એ છે કે કાપડ માર્કેટ (Textile Market)  ખુલ્યાના ચોથા અઠવાડિયા પછી પણ રોજિંદા ફક્ત 30 ટ્રક કાપડ જ બહારના બજારોમાં જઈ રહ્યું છે. સામાન્ય રીતે લગ્નની સિઝન દરમિયાન એક દિવસમાં 350 થી 400 ટ્રક કાપડ સુરતમાંથી દેશભરમાં અને બજારોમાં મોકલવામાં આવતું હતું.

21 મીથી સુરતનું કાપડ માર્કેટ શરૂ થઈ ગયું છે. પહેલા અઠવાડિયામાં ભારે મુશ્કેલીથી 5 ટ્રક કપડાં અન્ય બજારોમાં મોકલવામાં આવ્યા હતા. બીજા અઠવાડિયામાં પણ સ્થિતિમાં વધારે બદલાવ આવ્યો નથી. ત્રીજા અઠવાડિયામાં રોજના 30 ટ્રક માલ બહાર જવા લાગ્યો છે.

હાલ પણ સ્થિતિ કંઇક એવી જ છે કોરોનાની બીજી લહેરને કારણે સુરત સહિત દેશભરમાં વેપાર અને ઉદ્યોગમાં મંદી છે. તેની વચ્ચે સુરતના કાપડ વેપારને સામાન્ય થવામાં ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે. કારણ કે દેશભરની માર્કેટ હજી સંપૂર્ણ રીતે શરૂ થઈ શકી નથી. બહારના રાજ્યોના વેપારીઓ નથી આવ્યા તેનું કારણ પણ એ જ છે કે વ્યાપારમાં ખૂબ જ મંદી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બહારની માર્કેટમાં પૂર્ણ રીતે શરૂ થયા બાદ વેપારીઓ સુરત આવવાનું શરૂ કરશે. કાપડ માર્કેટની રોનક ફરી પાછી ફરશે. હાલ ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી જ વેપાર થઇ રહ્યો છે.

સામાન્ય રીતે લગ્નની સિઝનમાં ટ્રાન્સપોર્ટમાં એટલો માલ એડવાન્સમાં રહે છે, કે ગોડાઉન ભરાઈ જતા હતા અને બુકિંગ બંધ કરવાની નોબત પણ આવી જતી હતી. એટલે ટ્રકની સંખ્યા વધારવા માટે પણ ટ્રાન્સપોર્ટરો દ્વારા પ્રયાસ કરવામાં આવતા હતા. પરંતુ કોરોનાના કારણે હાલત બદલાઇ ચૂક્યા છે.

આ દિવસોમાં વેપારીઓને રિટર્ન સમસ્યા સતાવી રહી છે. પરંતુ સુરતના વેપારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બહારની માર્કેટના વેપારીઓ સુધી એ વાત પહોંચાડી દેવામાં આવી છે કે જેમણે ગુડ્સ રિટર્ન કર્યું છે તો તેની સાથે વેપાર કરવામાં આવશે નહીં.

સુરતના વેપારીઓને સૌથી મોટી ચિંતા પેમેન્ટ લઈને પણ છે. સુરતના વેપારીઓને વીવર્સ અને મિલ માલિકોને પણ પેમેન્ટ કરવાનું હોય છે. એક કાપડ વેપારીએ જણાવ્યું છે કે કાપડ માર્કેટમાં કોરોનાની બીજી લહેરની મોટી અસર થઈ છે. સુરતનો વેપાર ગામડાઓમાં પણ મોટી માત્રામાં છે. આ વખતે કોરોના ગામડા સુધી પહોંચી ગયો છે જેના કારણે હજી સુધી વેપાર ની હાલત સુધરી નથી.

સુરત ટેક્સ્ટાઇલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ યુવરાજ દેસલેનું કહેવું છે કે હજી પણ માહોલમાં સુધારો નથી થયો. રોજના 30 ટકા કાપડ બીજા માર્કેટમાં જઈ રહ્યું છે. દિલ્હીના બજાર ખુલ્યા છે. પણ આવનારા દિવસોમાં હાલત સુધારવા ની સંભાવના છે.

Published On - 1:22 pm, Wed, 16 June 21

Next Article