Surat : GST મુદ્દે હજી પણ કાપડ ઉધોગ પર લટકતી તલવાર, વચગાળાની રાહત ફક્ત માર્ચ સુધી

|

Jan 01, 2022 | 9:56 AM

જીએસટી દ૨ મામલે એક વિસ્તૃત રીપોર્ટ તૈયાર કરશે જે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે અને માર્ચ 2022 ના અંત સુધીમાં સંભવતઃ 12 ટકા જીએસટી લાગુ કરવો કે નહીં ? એ બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે.

Surat : GST મુદ્દે હજી પણ કાપડ ઉધોગ પર લટકતી તલવાર, વચગાળાની રાહત ફક્ત માર્ચ સુધી
textile industry get interim relief only till March for GST

Follow us on

જીએસટી કાઉન્સિલની (GST Council ) મળેલી બેઠકમાં કાપડ ઉદ્યોગ(Textile Industry ) પરનો પ્રસ્તાવિત 12 ટકા જીએસટી દર બે મહિના સુધી મુલતવી રખાયો છે. બે મહિના બાદ કર્ણાટકના મુખ્યમંત્રીની આગેવાનીમાં બનેલી કમિટી દ્વારા રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ 12 ટકા જીએસટી અંગેનો છેવટનો નિર્ણય લેવાશે.

જોકે , આ દરમિયાન ચેમ્બર દ્વારા હયાત જીએસટી દર કાયમ રાખવા માટેની માગણી કરવામાં આવશે. તા . 1 જાન્યુઆરીથી કાપડ ઉદ્યોગમાં જે 12 ટકા જીએસટી લાગુ થવાનો હતો તે ગઈકાલે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બે માસ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી કાઉન્સિલની બેઠકમાં નક્કી થયા મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઇ આગેવાની હેઠળ રીડમશન ઓફ રેટ કમિટી બનાવવામાં આવી છે.

આ કમિટી ફેબ્રુઆરી સુધીમાં કાપડ ઉદ્યોગ પરના પ્રસ્તાવિત 12 ટકા જીએસટી દ૨ મામલે એક વિસ્તૃત રીપોર્ટ તૈયાર કરશે જે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે અને માર્ચ 2022 ના અંત સુધીમાં સંભવતઃ 12 ટકા જીએસટી લાગુ કરવો કે નહીં ? એ બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ આશિષ ગુજરાતીના જણાવ્યા પ્રમાણે કાપડ ઉધોગના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સમક્ષ સતત રજૂઆતો ચાલુ રાખવામાં આવશે. કાપડ ઉધોગ માટે પાંચ ટકાનો જીએસટી દર યોગ્ય છે અને તેના કારણે જ સુરતના કાપડ ઉધોગમાં યુનિટો બંધ થતા બચશે અને મોટા પાયે લોકો બેરોજગાર થતા અટકશે.

12 ટકા જીએસટી નો અમલ બે મહિના સ્થગિત કરાવીને કેન્દ્ર સરકારને ઝુકાવવામાં ઉધોગકારોને સફળતા મળી છે જે મોટી બાબત ગણી શકાય તેવું ટેક્સ્ટાઇલ ઉધોગકારોનું માનવું છે. જોકે હજી પણ  વચગાળાની રાહત માનવામાં આવી રહી છે. ટેક્સ્ટાઇલ ઉધોગમાં આજથી લાગુ થનારા 12 ટકા જીએસટી દર ને સ્થગિત કરીને માર્ચ સુધી ફેરવિચારણા કરવાનો નિર્ણય લેવામાં આવશે.

હાલ મળેલી વચગાળાની રાહતથી વીવર્સને મહિને 50 કરોડ  રહેશે અને 100 કરોડનો ટેક્સ પણ બચશે. જોકે આવનારા દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સંગઠનો દ્વારા જીએસટી મામલે રજૂઆતોનો દોર યથાવત રાખવામાં આવશે તેવું વેપારી આગેવાનોનું કહેવું છે.

આ પણ વાંચો : Surat : હવામાનમાં ફેરફારને કારણે સુરતમાં વાયરલ ફીવરના કેસ વધ્યા, દવાખાના ઉભરાયા દર્દીઓથી

આ પણ વાંચો : Travel Diary : જાણો તાપી નદીના ઉદગમસ્થાન અને તેના રોચક તથ્યો વિશે

Next Article