AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દિવાળી સુધીમાં ઝગમગતો થશે સુરતનો કેબલ બ્રિજ, એક છેડો વાહન વ્યવહાર માટે રખાઇ શકે છે બંધ

નોંધનીય છે કે કેબલ(Cable ) સ્ટેઇડ બ્રિજમાં સેન્સર બેઝ્ડ મોનીટરીંગ માટે બ્રિજન અથવા તરફના છેવાડે કંટ્રોલ રૂમ બનાવવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે.

Surat : દિવાળી સુધીમાં ઝગમગતો થશે સુરતનો કેબલ બ્રિજ, એક છેડો વાહન વ્યવહાર માટે રખાઇ શકે છે બંધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 9:13 AM
Share

સુરત(Surat ) મનપા કમિશનરે શહેર પોલીસ(Police ) કમિશનર સાથે પણ મનપાના વિવિધ પ્રોજેક્ટો પૈકીના એક એવાં કેબલ સ્ટેઈડ બ્રિજ(Cable Bridge ) પ્રોજેક્ટની સેન્સર બેઝ મોનિટરિંગ તથા ફસાડ પ્રકારની લાઇટિંગ, પાંચ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ માટે મનપા દ્વારા અંદાજે 10  કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ યુનિટ કન્સ્ટ્રક્શનને સોંપ્યો હતો. કેબલ સ્ટેઇડ બ્રિજ પર સેન્સર અને લાઇટિંગ માટેની કામગીરી આગામી એક બે અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના છે. આ માટે એજન્સી દ્વારા બ્રિજનો એક્ટરફનો છેડો સંપૂર્ણ રીતે 40 દિવસ માટે બંધ રાખવા માંગણી કરવામાં આવી છે. જેથી દરેક કેબલ તથા બ્રિજન સ્ટ્રક્ચર પર સેન્સર સહિતની ટેકનિકલ કામગીરી હાથ ધરી શકે. આ ઉપરાંત વિશિષ્ટ પ્રકારની લાઇટિંગ પણ ઊભી કરી શકાય.

એજન્સી દ્વારા સેન્સર બેઇઝ્ડ મોનીટરીંગ તથા ફસાડ પ્રકારની લાઇટિંગની કામગીરી માટે બ્રિજનો એક તરફનો ભાગ 40 દિવસ માટે બંધ કરવાની કરેલી માંગણી માટે સુરત મહાનગરપાલિકાના કમિશનરે પોલીસ કમિશનર સાથે વાટાઘાટો શરૂ કરી છે. આને આગામી અઠવાડિયામાં શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કેબલ સ્ટેઇડ બ્રિજનો કોઈપણ એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે એક મહિનો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

દિવાળી સુધી પૂર્ણ થઈ શકે છે કામ :

નોંધનીય છે કે કેબલ સ્ટેઇડ બ્રિજમાં સેન્સર બેઝ્ડ મોનીટરીંગ માટે બ્રિજન અથવા તરફના છેવાડે કંટ્રોલ રૂમ બનાવવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. અસામાન્ય પરિસ્થિતિમાં કે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર સંજોગોમાં કેબલની ગતિવિધિ કેવી છે ? તે આ સેન્સર દ્વારા  જાણી શકાશે. સસ બ્રિજની ટેક્નિકમાં કોઈ ખામી સર્જાવાની શક્યતા હોય તો સેન્સર બેઝડ ટેકનોલોજીના કારણે એજન્સીને અને તંત્રને આગોતરી જાણ થઈ શકે છે. મનપાના સ્મેક સેન્ટર ખાતે પણ સેન્સર બેઝ મોનીટરીંગ ઓનલાઈન કરી શકાશે. આમ આગામી દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં શહેરીજનોને કેબલ બ્રિજ પર આકર્ષક લાઇટનો નજારો માણવા મળી શકે છે. જે સુરતની સુંદરતા અને કેબલ બ્રિજની આકર્ષકતમાં વધુ ઉમેરો કરશે.

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">