Surat : વિકેન્ડમાં સુરતીઓ નહીં માણી શકે છે ડુમસ બીચનો આનંદ, એન્ટ્રી કરવામાં આવી બંધ

|

Jun 19, 2021 | 8:34 AM

Surat : આ વીકએન્ડમાં(Weekend)  પણ ડુમસ બીચ (Dumas Beach) હરવા ફરવાના શોખીન સુરતીઓ માટે બંધ રહેશે. કોરોના ગાઈડલાઈન (Corona Guideline) તેમજ નિયમ ભંગ થાય છે. જેથી પ્રતિબંધ જરૂરી છે.

Surat : વિકેન્ડમાં સુરતીઓ નહીં માણી શકે છે ડુમસ બીચનો આનંદ, એન્ટ્રી કરવામાં આવી બંધ
ડુમસ બીચ બંધ કરવામાં આવ્યો

Follow us on

Surat : આ વીકએન્ડમાં(Weekend)  પણ ડુમસ બીચ (Dumas Beach) હરવા ફરવાના શોખીન સુરતીઓ માટે બંધ રહેશે. સુરત મહાનગરપાલિકાનું (Surat Municipal COrporation) કહેવું છે કે ડુમસમાં લોકો વીકેન્ડમાં ફરવા માટે વધારે જાય છે અને તેનાથી કોરોના ગાઈડલાઈન (Corona Guideline) તેમજ નિયમ ભંગ થાય છે. જેથી પ્રતિબંધ જરૂરી છે. જેથી આજથી વીકેન્ડમાં ડુમસ બીચ લોકો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાલિકાના આ નિર્ણયને કારણે શનિ-રવિમાં ફરવા જતા લોકો અને સ્થાનિક દુકાનદારો અને નાનો મોટો ધંધો કરતા ધંધાર્થીઓની હાલત કફોડી બની છે. કોરોનાની મહામારી બાદ અનલોકમાં માંડ માંડ લોકોના ધંધા રોજગાર શરૂ થયા છે. સુરતમાં ખાસ કરીને શનિ-રવિની રજામાં ધંધાદારીઓની કમાણી વધારે થતી હોય છે તેવામાં સુરત ડુમસ બીચ સુરતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

પાલિકાએ જાહેરાત કરી છે કે લંગર થી ડુમસ જવાનો રસ્તો અને તેની આજુબાજુના વિસ્તાર તથા ડુમસ બીચ બીજી સૂચના ન મળે ત્યાં સુધી દર શનિવારે અને રવિવારે તેમજ જાહેર રજાના દિવસે અને તહેવારોના દિવસે તમામ લોકોની અવર-જવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સ્થાનિક દુકાનદારના જણાવ્યા પ્રમાણે, કુવાડા ત્રણ રસ્તા પરથી જ પોલીસ ડુમસ બીચ પર આવી રહેલા સહેલાણીઓ અને પાછા વાળી દે છે. જેના કારણે ધંધા દર્દીની હાલત કફોડી બની છે. ડુમસ ચોપાટી પર લગભગ 150થી 200 નાના ધંધાદારીઓ છે. આ બાબતે તેમણે સ્થાનિક ધારાસભ્યને સાંસદ અને રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ નથી.

Next Article