SURAT: કોરોનાની કારમી થપાટ બાદ સુરત ફરી ધબકતું થયું, BRTS બસ સેવા પૂર્વવત કરાઈ

|

May 26, 2021 | 4:22 PM

SURAT: માર્ચ મહિનામાં કોરોનાના કેસો વધતા બીઆરટીએસ ( BRTS ) અને સીટી બસ ( CITY BUS ) સેવા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના ( CORONA) કેસોમાં ઘટાડો નોંધાતા આજથી બીઆરટીએસ બસ સેવા શરુ કરાઈ છે

SURAT: કોરોનાની કારમી થપાટ બાદ સુરત ફરી ધબકતું થયું, BRTS બસ સેવા પૂર્વવત કરાઈ
કોરોનાની કારમી થપાટ બાદ સુરત ફરી ધબકતું થયું, BRTS બસ સેવા પૂર્વવત કરાઈ

Follow us on

SURAT: શહેરમાં કોરોનાના ( CORONA ) કેસો ઘટતા સુરત મહાનગરપાલિકા દ્વારા બસ સર્વિસ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા તરીકે સીટી બસ ( CITY BUS ) અને બીઆરટીએસ (BRTS) બસ સેવાનો લોકો ઉપયોગ કરે છે.

માર્ચ મહિનામાં કોરોનાના કેસો વધતા બીઆરટીએસ અને સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા હવે પાલિકાએ બસ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાની ગાઈડ લાઈનનું પૂરેપૂરું પાલન થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે રીતે 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પહેલા તબક્કામાં 83 બીઆરટીએસ બસ અને હવે નવા રૂટ સાથે કુલ 143 બસો ફરી શરૂ કરવામાં આવી છે. આજથી સુરતના સરથાણા ( SARTHANA ) નેચર પાર્કથી સચિન રેલવે સ્ટેશન ( SACHIN RAILWAY STATION ), જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઇડીસી ( PANDESARA GIDC ) અને કોસાડ આવાસથી લઈને સરથાણા નેચર પાર્ક સુધીનો રૂટ શરૂ કરાયો છે.

સુરતમાં 575 સીટી બસ અને 166 બીઆરટીએસ બસ દોડે છે. અને રોજના 2 લાખ કરતા પણ વધુ લોકો આ બસસેવાનો ઉપયોગ કરે છે. માર્ચ મહિનાથી બંધ થયેલી આ બસસેવાના કારણે લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલી પડી હતી. પણ હવે ફરી આ સેવા શરૂ થવાથી મુસાફરોને રાહત મળી છે.

 

Next Article