AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોના સામે પ્રિકોશન ડોઝ લેવામાં સુરત આખા રાજ્યમાં ત્રીજા નંબરે, અમદાવાદ અગ્રેસર

બીજા (Second ) ડોઝ માટે કોર્પોરેશને ફરી અભિયાન હાથ ધરીને હવે જેનો બીજો ડોઝ બાકી હોય તેવા લોકોને ફોન અને મેસેજથી જાણ કરીને વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. 

Surat : કોરોના સામે પ્રિકોશન ડોઝ લેવામાં સુરત આખા રાજ્યમાં ત્રીજા નંબરે, અમદાવાદ અગ્રેસર
Corona Vaccine (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 1:11 PM
Share

કોરોનાથી (Corona ) સુરક્ષિત રહેવા માટે વેક્સીન (Vaccine ) સૌથી મોટું હથિયાર સાબિત થયું છે. કોરોનાની ત્રીજી લહેર (Third Wave ) દરમિયાન, સરકારે વૃદ્ધો અને વિવિધ રોગોથી પીડિત લોકો માટે સાવચેતી રાખવાની અપીલ કરી હતી. ત્યારે પ્રિકોશન ડોઝની બાબતમાં સુરત રાજ્યમાં ત્રીજા ક્રમે છે. સુરતમાં અત્યાર સુધીમાં 1.85 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ લીધા છે. જ્યારે આ મામલામાં અમદાવાદ પ્રથમ અને વડોદરા બીજા ક્રમે છે.

કોરોના હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. સુરતમાં માત્ર એક-બે કેસ નોંધાઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં 5.39 કરોડ લોકોએ રસીના પ્રથમ ડોઝ લીધા છે, જ્યારે 5.15 કરોડ લોકોએ બંને ડોઝ લીધા છે. 26.83 લાખ લોકોએ સાવચેતીના ડોઝ પણ લીધા છે. બંને ડોઝ લેવાની બાબતમાં સુરત રાજ્યમાં બીજા નંબરે અને પ્રિકોશન ડોઝ લેવામાં ત્રીજા ક્રમે છે. સુરતમાં, બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 52,17,649 છે અને પ્રિકોશન ડોઝ લેનારા લોકોની સંખ્યા 1,85,102 છે. આ મામલે અમદાવાદ નંબર વન પર છે. અમદાવાદમાં, બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 62,38,815 છે અને પ્રિકોશન ડોઝ લેનારા 3,52,340 લોકો છે. ડોઝની દ્રષ્ટીએ 2,00,499 સાથે અમદાવાદ પછી વડોદરા આવે છે. વડોદરામાં બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 29,00,066 છે.

રાજ્યમાં રસીકરણના આંકડા

10.82 કરોડ રસીકરણ

5.39 કરોડનો પ્રથમ ડોઝ લીધો હતો

5.15 કરોડ બંને ડોઝ લીધા

26.90 લાખ સાવચેતીના ડોઝ લીધા

બંને ડોઝ લેનારા ટોચના પાંચ શહેરો

અમદાવાદ 62,38,815

સુરત 52,17,649

વડોદરા 29,00,066

બનાસકાંઠા 25,69,491

રાજકોટ 25,14,498

પ્રિકોશન ડોઝ લેતા ટોચના 5 શહેરો

અમદાવાદ 3,52,340

વડોદરા 2,00,499

સુરત 1,85,102

દાહોદ 1,30,720

રાજકોટ 1,31,550

નોંધનીય છે કે હજી પણ શહેરમાં સાડા ચાર લાખ લોકો એવા છે જેમને વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. ત્યારે રવિવારે શહેરમાં મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના 232 સેન્ટરો પર રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી માત્ર 52 હેલ્થ સેન્ટરો પર જ રસી મુકવામાં આવતી હતી. પણ બીજા ડોઝ માટે કોર્પોરેશને ફરી અભિયાન હાથ ધરીને હવે જેનો બીજો ડોઝ બાકી હોય તેવા લોકોને ફોન અને મેસેજથી જાણ કરીને વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">