AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હવે ફક્ત સાડી કે ડ્રેસ મટિરિયલ્સમાં જ નહીં પણ જીન્સ અને લિનન ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં બીજા નંબરે

ભારતમાં અમદાવાદ પછી સૌથી વધુ જીન્સ અને લિનન કપડાંનું ઉત્પાદન સુરત શહેરના ટેક્સ્ટાઇલ ઉધોગકારો કરી રહ્યા છે. 

Surat : હવે ફક્ત સાડી કે ડ્રેસ મટિરિયલ્સમાં જ નહીં પણ જીન્સ અને લિનન ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં બીજા નંબરે
Surat: Surat ranks second in the country in the production of jeans and linen fabric
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 4:50 PM
Share

વર્ષે દહાડે 81 હજાર કરોડ કાપડનું ટર્ન ઓવર (turn over ) કરતા સુરત શહેરના ટેક્સ્ટાઇલ ઉધોગ (textile ) ફક્ત સાડી, ડ્રેસ મટિરિયલ કે ધોતીના કપડાં ઉત્પાદનમાંજ આગળ છે એવું નથી.

પરંતુ હવે સુરતનો ટેક્સ્ટાઇલ ઉધોગ આબાલ વૃદ્ધ માટે હોટ ફેવરિટ બનેલી જીન્સ અને લિનન  ફેબ્રિકના ઉત્પાદનમાં પણ દેશમાં બીજા નંબરે પહોંચી ગયો છે. ભારતમાં અમદાવાદ પછી સૌથી વધુ જીન્સ અને લિન કપડાંનું ઉત્પાદન સુરત શહેરના ટેક્સ્ટાઇલ ઉધોગકારો કરી રહ્યા છે.

તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા દેશના કેબિનેટ કક્ષાના મંત્રી પિયુષ ગોયેલે સુરતના ટેક્સ્ટાઇલ ઉધોગની પ્રગતિના આંકડાઓ જાણીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એ પછી ટેક્સ્ટાઇલ કમિશનરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પાસેથી સુરતના ટેક્સ્ટાઇલ ઉધોગના કપડાં ઉત્પાદનના સત્તાવાર આંકરા મેળવ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ જણાવ્યું હતું કે હવે સુરત શહેર જીન્સ અને લિન જેવા કાપડના ઉત્પાદનમાં પણ ભારતનું બીજા નંબરનું ડેસ્ટિનેશન બની ગયું છે. મોસ્ટ ફેવરિટ ફેબ્રિક અને બાળકોથી લઈને વૃધ્ધોમાં પણ જેનો આજે હાઈ ફેશન ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ જીન્સનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં અમદાવાદ કરી રહ્યું છે. અને અમદાવાદ પછી સુરતમાં જીન્સ સૌથી વધુ ઉત્પાદિત થાય છે.

સુરતમાં ઉત્પાદિત થતા કાપડ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મળતી માહિતી પ્રમાણે સુરતમાં કુલ 1 હજાર હાઈસ્પીડ મશીન્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. અને દૈનિક સુરતમાં 5 લાખ મીટર જીન્સના કપડાંનું ઉત્પાદન થઇ રહ્યું છે. એવી જ રીતે હાઈ ફેશન ફેબ્રિક ગણાતા લિનાનું સુરતમાં 56,600 મીટર દૈનિક ઉત્પાદન થઇ રહ્યું છે.

જીન્સ કોટન યાર્નમાંથી તૈયાર થાય છે દૈનિક સરેરાશ 5 મીટર જેટલા જીન્સ કપડાંનું ઉત્પાદન કરવા માટે સુરતના ઉધોગકારો કોટન યાર્નનો ઉપયોગ કરી રહ્યા છે. સુરતમાં બનતું જીન્સ નું કપડું ક્વોલિટીમાં વખણાય છે. કારણ કે સુરતની સરખામણીમાં અન્ય શહેરોમાં જે ટેક્નોલોજી અને મશીનરી પર જીન્સનું ઉત્પાદન થાય છે તેના કરતા સુરતમાં લેટેસ્ટ અને હાઈ સ્પીડ મશીનરીનો ઉપયોગ કરીને જીન્સ તૈયાર કરવામાં આવે છે. મોટી મોટી કંપનીઓના જીન્સનું બેઝિક કપડું સુરતના કારખાનાઓમાં તૈયાર થતું જોવા મળે છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ તેજ, આરોપીઓને શોધવા ક્રાઇમ બ્રાન્ચના દરોડા

આ પણ વાંચો : બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ, ડીસામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">