Surat : સુરત રંગાયું ત્રિરંગામાં, સીએમ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બે કિમિ લાંબી ત્રિરંગાયાત્રા નિકળી, જુઓ Drone Video

|

Aug 04, 2022 | 11:25 AM

આજના આ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો તિરંગા(Tricolor ) સાથે ઉમટી પડ્યા હતા. અને રસ્તા પર જાણે તિરંગાનો સાગર વહી રહ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Surat : સુરત રંગાયું ત્રિરંગામાં, સીએમ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બે કિમિ લાંબી ત્રિરંગાયાત્રા નિકળી, જુઓ Drone Video
Tiranga Yatra in Surat (File Image )

Follow us on

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતમાં તિરંગા યાત્રા કાઢી હતી. ડુમસ રોડ પર આજે લગભગ 2 કિલો મીટર લાંબી યાત્રા માં સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. જેનો સુંદર આકાશી નજારો પણ જોવા મળ્યો હતો.

સીએમ ભુપેન્દ્ર પટેલે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી યાત્રા કાઢી હતી. આ સાથે જ આજથી 416 સ્થળેથી તિરંગાનું વેચાણ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડ ઓફિસો, નાગરિક સુવિધા કેન્દ્રો , ફાયર સ્ટેશનો, સ્વિમિંગ પુલો, પ્રાથમિક શાળા, સુમન શાળા, લાયબ્રેરી, ગાર્ડન તેમજ બીઆરટીએસ સ્ટેશન સહીત કુલ 416 સ્ટેશનો પર તિરંગાના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએઆજે ડિજિટલ પેમેન્ટ કરીને રાષ્ટ્રધ્વજ પણ ખરીદ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા હર ઘર તિરંગાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે ઉમટી પડ્યા હતા. અને રસ્તા પર જાણે તિરંગાનો સાગર વહી રહ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.

તારીખ 13 ઓગસ્ટ થી તારીખ 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે આજે આ પદયાત્રા કાઢવામાં આવી હતી. આખો માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. આ અકર્ય્ક્રમમાં શહેરમાં રહેતા અન્ય પ્રદેશના નાગરિકો પોતપોતાના પારંપરિક પોશાક સાથે ગીત સંગીત અને નૃત્ય સાથે જોડાયા હતા. જેમાં વિદેશી વિદ્યાર્થીઓ અને અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતો.

 

Next Article