Surat : ટ્રાન્સજેન્ડરોને પણ વેક્સિન આપવામાં સુરત પહેલા નંબરે, ‘હવે શરૂ કરશે કોલ કરો, રસી મેળવો અભિયાન’

|

Oct 21, 2021 | 7:24 PM

અત્યાર સુધી સુરતમાં 1,333 ટ્રાન્સજેન્ડરોને વેક્સિન લગાવવામાં આવી છે. ત્યાં જ અમદાવાદમાં 1,179 ડોઝ આપવામાં આવ્યા છે.

Surat : ટ્રાન્સજેન્ડરોને પણ વેક્સિન આપવામાં સુરત પહેલા નંબરે, હવે શરૂ કરશે કોલ કરો, રસી મેળવો અભિયાન

Follow us on

ટ્રાન્સજેન્ડરોને (Transgender) પણ વેક્સિન આપવામાં સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) રાજ્યમાં સૌથી અગ્રેસર છે. અત્યાર સુધી સુરતમાં 1,333 ટ્રાન્સજેન્ડરોને વેક્સીન લગાવવામાં આવી છે. ત્યાં જ અમદાવાદમાં 1,179 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં સુરત શહેર સૌથી પહેલા 100 ટકા વસ્તી સુધી વેક્સિનેશન કરનાર પ્રથમ શહેર બન્યું છે. 

 

100 ટકા વસ્તીને પહેલો ડોઝ આપવામાં તો શહેર અગ્રેસર બન્યું જ છે. સાથે સાથે બીજા ડોઝ માટે એલિજેબલ લોકો સુધી પહોંચવા માટે પણ સુરત શહેરે 87 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો છે. હાલ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોજના 15થી 20 હજાર લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. જેમાં 60 ટકા લોકો વેક્સિનનો બીજો ડોઝ લેનારા છે.  સિનિયર સિટિઝનોને વેક્સીનેટ કરવામાં સુરત બીજા નંબરે છે. જ્યારે અમદાવાદ શહેરનો પ્રથમ નંબર છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

ટ્રાન્સજેન્ડરોને આપયેલી વેક્સિનના આંકડા પર શહેરો પ્રમાણે નજર કરીએ તો 

શહેર                                      ટ્રાન્સજેન્ડર 
સુરત                                        1333
અમદાવાદ                               1179
વડોદરા                                    516
રાજકોટ                                    292
જૂનાગઢ                                    68
જામનગર                                  118
ભાવનગર                                  81

 

આજે 125 જેટલા સેન્ટરો પરથી આપવામાં આવી વેક્સીન 

બુધવારે 128 કેન્દ્રો પર 17,021 ડોઝ આપવામાં આવ્યા હતા. હવે પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 35,66,351 થઈ છે, જ્યારે બીજા ડોઝ લેનારાની સંખ્યા 18,59,943 થઈ છે. આજે 125 કેન્દ્રો પરથી વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

 

સ્પુતનિક વેક્સીન 

અત્યાર સુધી 32,95,397 પુરુષ અને 21,19,921 મહિલાએ વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ લઈ લીધો છે. જ્યારે 13,390 લોકોએ સ્પુતનિક વેક્સીન લીધી છે. 3,60,668 કોવેકિસન અને 50,41,993 કોવિશીલ્ડ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યા છે.

 

હવે બીજા ડોઝ માટે પાલિકાની નવી પહેલ

 
નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાને કાબુમાં કર્યા બાદ વેક્સિનેશન માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તબક્કાવાર તમામ વર્ગના લોકોને આવરી લઈને વેક્સીન આપવામાં આવી હતી. જેમાં પાલિકાને 100 ટકા સફળતા પણ મળી છે. બીજા ડોઝ માટે આળસ કરનારા લોકો માટે નોક ધ ડોર કેમ્પેઈન બાદ હવે પાલિકા કોલ કરો, રસી મેળવો ઝુંબેશ ચલાવવા જઈ રહી છે. જે અંતર્ગત પાલિકા દ્વારા એક ટોલ ફરી નંબર જાહેર કરવામાં આવ્યો છે. 1800 123 8000 નંબર પર કોલ કરીને જો કોઈ સોસાયટીમાં 10થી વધુ વ્યક્તિ વેક્સીન લેવાની તૈયારી બતાવે તો પાલિકાની ટીમ સ્થળ પર જઈને લોકોને વેક્સિનેશન કરી આપશે.

 

 

આ પણ વાંચો : સુરત: ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં થયેલી 90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે ચોર ઝડપાયા

 

આ પણ વાંચો : Surat: ચેમ્બર ઓફ કોમર્સ ટ્રાવેલ કન્સલ્ટન્ટનો ત્રણ મહિનાનો અભ્યાસક્રમ શરૂ કરશે

Published On - 6:48 pm, Thu, 21 October 21

Next Article