સુરત: ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં થયેલી 90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે ચોર ઝડપાયા

સુરત ન્યૂ સિટીલાઇટ રોડ ઉપર આશીર્વાદ એસ્ટેટમાં શહેરમાં જાણીતા બિલ્ડરની ઓફિસમાંથી રોકડા ૯૦ લાખની ચોરીમાં ૧૫ દિવસ પહેલાં નોકરી છોડી ગયેલા એમપાલ મંડલોઇ અને તેના ભાઇ નેપાલ મંડલોઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી લઇ ચોરીનો પર્દાફાશ કર્યો હતો .

સુરત: ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં થયેલી 90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે ચોર ઝડપાયા
Surat: Theft of Rs 90 lakh from builder's office in Khatodara solved, two thieves caught
Baldev Suthar

| Edited By: Utpal Patel

Oct 20, 2021 | 6:30 PM

સુરત શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી રોકડા 90 લાખની ચોરી થઈ હતી.આ 10 દિવસ પહેલા થયેલી ચોરીમાં ક્રાઇમબ્રાંચે મધ્ય પ્રદેશથી 3 ચોરોને પકડી પાડી 98 લાખથી વધુની રકમ કબજે કરી છે. ચોરો પૈકી એક બિલ્ડરની ઓફિસમાં કારપેન્ટર તરીકે કામ કરી ગયો હતો.આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા. ગામ ખેતરની જમીન ગીરવે હતી અને માથે દેવું હતું તે પૂરું કરવા આ ચોરી કરી હતી.

સામી દિવાળીએ હાલમાં તમામ વેપારીઓ કે મોટી ઓફિસમાં રોકડ રૂપિયા જોવા મળતા હોય છે ખાસ કરીને તેવામાં મોટા પ્રમાણમાં રોકડની હેરાફેરી પણ થતી હોય છે. તેવામાં સુરત શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી રોકડા 90 લાખની ચોરી થઈ હતી. જેમાં ચોરોએ બિલ્ડરની ઓફિસમાં પાછલા દરવાજાથી અંદર આવી ટેબલના ડ્રોઅરમાંથી સેઇફ લોકરની ચાવી લીધી હતી.

અને ત્યાંથી રૂ. 90 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઓફિસ સ્ટાફે સીસીટીવી કેમેરાની તપાસ કરી. જેમાં રવિવારે રાત્રીના સમયે 90 લાખની રોકડ ચોરી થઈ હોવાની ખબર પડી હતી. આ બાબતે બિલ્ડરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ક્રાઇમબ્રાંચે 10 દિવસમાં ચોરો પૈકી બેને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે.

સુરત ન્યૂ સિટીલાઇટ રોડ ઉપર આશીર્વાદ એસ્ટેટમાં શહેરમાં જાણીતા બિલ્ડરની ઓફિસમાંથી રોકડા ૯૦ લાખની ચોરીમાં ૧૫ દિવસ પહેલાં નોકરી છોડી ગયેલા એમપાલ મંડલોઇ અને તેના ભાઇ નેપાલ મંડલોઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી લઇ ચોરીનો પર્દાફાશ કર્યો હતો .વતનમાં રહેતી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા હતા. જે ખર્ચ પૂરો કરવા એમપાલે બિલ્ડરની ઓફિસમાં હાથ માર્યો હતો. સાથે પોતાના પરિવાર પર દેવું હતું જમીન પણ ગીરવે મુકેલી હતી.

તે તમામ બાબતને ધ્યાનમાં લઈ ચોરીને અંજામ આપ્યો. આમ ચોરીની ઘટનાને પગલે દોડતી થયેલી પોલીસે ત્યાં સીસીટીવી ચેક કરતાં રાત્રે બે બુકાનીધારી યુવાનો ચોરી કરવા આવતા દેખાઇ આવ્યા હતા . પહેલાં એકાઉન્ટન્ટની ઓફિસનું તાળું તોડી તેમાંથી સેફ રૂમની ચાવી મેળવી ૯૦ લાખ ચોરી કર્યા બાદ ઓફિસનો દરવાજો ખોલી સીધા પાછલા દરવાજે બહાર નીકળી જતાં ૧૫ દિવસ પહેલાં જ એમપાલ નોકરી છોડી ગયો હતો. જ બંને ચોરોને આખા કંપાઉન્ડની તમામ વિગતો હતી તેના ઉપરથી પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે તેમાં અંદરનો જ કોઇ શખ્સ અથવા પૂર્વ કર્મચારી સંડોવાયો હતા.

આરોપીના નામ

૧) એમપાલ બિશન મંડલોઇ ( બંને સગા ભાઈ છે ) ૨) નેપાલ બિશન મંડલોઇ

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની PSI સિંધા અને PSI વાળાની ટિમને માહિતી મળી હતી કે અહીં ઓફિસ બોય તરીકે નોકરી કરતો એમપાલ મંડલોઇ નામનો ઓફિસ બોય ૧૫ દિવસ પહેલાં જ નોકરી છોડી ગયો હોવાનું અને બે ચોર પૈકી એકની ચાલઢાલ તેના જેવી જ હોવાનું સ્પષ્ટ થતાં ક્રાઇમ બ્રાન્ચની આ બન્ને ટીમ મધ્ય પ્રદેશ સ્થિત આરોપીના વતન છોટીચીરી ગામે રવાના થઇ હતી . અને ત્યાંથી માહિતીના આધારે ઇન્દોરથી ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે અહીં કામ કરતા કર્મચારીઓની ઊલટતપાસ કરી હતી .પૂછપરછ માટે લઇ જવાયેલા કર્મચારી પૈકી અજીત બિંદ નામના કાર્પેન્ટર યુવાને ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. આપઘાત કરનાર આ યુવાનની આ ચોરીમાં કોઇ ભૂમિકા હતી કે નહિ તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસે ગુપ્ત ઓપરેશન ગોઠવી એમપાલ સાથે તેના નાના ભાઇ નેપાલની પણ ધરપકડ કરી હતી .આ બંને જ તે રાત્રે ચોરી કરવા આવ્યા હોવાનું કબૂલ્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati