Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, માત્ર નજીવી ફી ચૂકવી વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે

|

Jul 01, 2021 | 3:48 PM

Veer Narmad South Gujarat University: યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કોલેજમાં પ્રવેશ માટે અત્યાર સુધી 200 રૂપિયા ફી વસૂલ કરવામાં આવી હતી. જેમાં 25 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, માત્ર નજીવી ફી ચૂકવી વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

Follow us on

Veer Narmad South Gujarat University: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં (Syndicate Meeting) ચાલુ વર્ષ સૌથી નજીવી ફી વિદ્યાર્થીઓ પાસેથી વસુલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સિન્ડિકેટ સભ્ય કશ્યપ ખરચીયાએ (Kashyap Kharchia) જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે લોકોને આર્થિક ફટકો પડ્યો છે, ત્યારે બેઠકમાં સૌથી ઓછી ફી દ્વારા વિદ્યાર્થીઓને  પ્રવેશ મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને આર્થિક લાભ થશે.

મહત્વપૂર્ણ છે કે,રાજ્યમાં ધોરણ 12નાં પરિણામને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોલેજ પ્રવેશની કામગીરી શરૂ થાય એ પહેલા જ યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ સિન્ડીકેટ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, કોલેજમાં પ્રવેશ માટે અત્યાર સુધી 200 રૂપિયા ફી વસૂલ કરવામાં આવી હતી. જેમાં 25 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી, વિદ્યાર્થીઓને આ વર્ષ પ્રવેશ માટે એપ્લિકેશન (Application) દીઠ માત્ર 150 રૂપિયા ચુકવવા પડશે.

યુનિવર્સિટી દ્વારા હાલ દાવો કરવામાં આવી રહ્યો છે કે, નિયત કરાયેલી 150 એપ્લિકેશન ફી એ રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં સૌથી ઓછી છે. તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પ્રવેશ રજીસ્ટ્રેશન માટે 1500 થી 2000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરે છે.

કોરોનાને કારણે માતા કે પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માંથી મુક્તિ

યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં અન્ય એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા કે પિતાનું કોરોનાની બીમારીના કારણે મોત થયું હોય તેવા વિદ્યાર્થીઓને તમામ ટ્યુશન ફી (Tution Fee) માફ કરવામાં આવશે.

મુખ્યત્વે, કોલેજના અભ્યાસક્રમોની ફીમાં 80 ટકા જેટલી રકમ ટ્યુશન ફી ની હોય છે. ત્યારે, યુનિવર્સિટીની  બેઠકમાં લેવાયેલા નિર્ણયને કારણે અનેક વિદ્યાર્થીઓને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, હાલ અનેક સ્કુલો અને યુનિવર્સિટીઓ દ્વારા તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે. ત્યારે યુનિવર્સિટીના આ નિર્ણયને વિદ્યાર્થીઓ અને વાલી દ્વારા આવકારવામાં આવ્યો છે.

Next Article