Surat : બેડશીટના પ્રોડક્શનમાં સુરતે ચાઈનાને પછડાટ આપી ઝડપી લીધો ગોલ્ડન ચાન્સ, ડિમાન્ડમાં સતત વધારો

|

Mar 11, 2022 | 8:31 AM

કોરોના બાદ ચીનમાં આ ફેબ્રિકસનું પ્રોડકશન ઓછું થઈ ગયું હતું . જેને લઈને ભારતમાં અને ખાસ કરીને સુરતને એક ગોલ્ડન ચાન્સ મળ્યો હતો . જેને સુરતે પકડી લીધો હતો . આમ હવે ડિફેન્સ ક્ષેત્રની જેમ ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર હોટેલોમા સુરતના બેડ શીટની ડિમાન્ડ ખૂબ વધી છે.

Surat : બેડશીટના પ્રોડક્શનમાં સુરતે ચાઈનાને પછડાટ આપી ઝડપી લીધો ગોલ્ડન ચાન્સ, ડિમાન્ડમાં સતત વધારો
Surat gets golden chance in production of bedsheets used in foreign hotels, demand continues to rise(File Image )

Follow us on

સુરત(Surat ) કાપડ ઉદ્યોગ માટે ટેક્નિકલ ટેકસ્ટાઈલમાં નવા રસ્તાઓ ખુલ્યા છે. સ્પોર્ટ્સ વેર, આર્મી વેર બાદ હવે હોટેલ(Hotel ) ઇન્ડસ્ટ્રીઝ માટે વપરાતી બેડ શીટ(Bedsheet ) જે સુરતમાં તૈયાર થાય છે તેની પણ ખાસ્સી ડિમાન્ડ નીકળી છે.ખાસ કરીને યુએસએ , યુકે અને યુએઈમાં હોસ્પિટલ અને હોટલમાં બેડશીટ તરીકે વાપરવામાં આવે છે . તે કમ્ફર્ટ હોવાને કારણે તેની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના બાદ સુરતે અનેક સેક્ટરમાં પોતાના પગ પેસારો કર્યો છે .

એમાં પણ ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં હોટલ અને હોસ્પિટલમાં જે બેડશીટ વાપરવામાં આવે છે તેની મોટી ડિમાન્ડ ઉભી થઇ છે . સુરતના વેપારીઓ પાસે એટલા ઓર્ડર આવી ગયા છેકે હાલમાં 600 લુમ્સ પર એક ધારુ કામ ચાલતું હોવા છતા પણ ત્રણ મહિનાનું વેઇટીંગ ચાલી રહ્યું છે .

ઓર્ડર સતત મળતા ત્રણ મહિનાનું વેઇટિંગ :

કરણ ગુજરાતીએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં હાલમાં 600 જેટલા લુમ્સ મશીન આ ફેબ્રિકસ તૈયાર કરે છે . અને ત્યાર બાદ સ્ટીચીંગ અને તેના ફિનિશીંગ પણ અનેક યુનિટો કામ કરી રહ્યા પરંતુ હાલમાં આ બેડશીટની ડિમાન્ડ વધી ગઇ છે . તેથી ત્રણ મહિનાનું હાલમાં વેઇટિંગ ચાલી રહ્યું છે . ઓર્ડર સતત મળવાને કારણે હાલમાં વેઇટિંગ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અનેક વેપારીઓ આ ફેબ્રિક્સ તરફ વળ્યાં :

પરંતુ સુરત માટે હવે આ દિશામાં પણ અનેક વેપારીઓ જંપ લગાવી રહ્યા છે અને આ ફેબ્રિકસ બનાવવાનું આયોજન કરી રહ્યા છે . જેથી સુરતના કાપડના વેપારીને એક નવી દિશા મળશે . વેપારી કરણ ગુજરાતીના જણાવ્યા અનુસાર એન્ટી માઇક્રોબલ ફેબ્રિકનું મેન્યુફેકચરીંગ ખાસ કરીને ચીન અને ભારત કરે છે .

સુરતને મળ્યો ગોલ્ડન ચાન્સ :

કોરોના બાદ ચીનમાં આ ફેબ્રિકસનું પ્રોડકશન ઓછું થઈ ગયું હતું . જેને લઈને ભારતમાં અને ખાસ કરીને સુરતને એક ગોલ્ડન ચાન્સ મળ્યો હતો . જેને સુરતે પકડી લીધો હતો . આમ હવે ડિફેન્સ ક્ષેત્રની જેમ ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર હોટેલોમા સુરતના બેડ શીટની ડિમાન્ડ ખૂબ વધી છે.

આ પણ વાંચો :

Surat: કાપડની દુકાનમાંથી 2.20 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપી પકડાયા, 71 હજારની મત્તા કબજે કરાઈ

Surat: કામરેજના ધારાસભ્યની ઓફિસમાં જઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોલીપોપ અને ગાજર આપ્યાં

Next Article