Surat : “ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ” ના પ્રથમ તબક્કામાં વિજેતા શહેરોમાં સુરતનો સમાવેશ
આ ચેલેન્જ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન હેઠળના તમામ શહેરો , રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાની અને 50 લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોને આ ચેલેન્જમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું .
હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય ( MoHUA ) દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( FSSAI ) ના સહયોગથી ‘ ઇટ સ્માર્ટ સીટીઝ ચેલેન્જ’ની શરૂઆત કરવામાં આવી છે . આ ચેલેન્જ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન હેઠળના તમામ શહેરો , રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાની અને 50 લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોને આ ચેલેન્જમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું . જેમાં ઇટ રાઇટ ઈન્ડિયા ફ્રેમવર્ક એક્ટિવિટી હેઠળ હાથ ધરવામાં આવેલી પાયલોટ પ્રવૃત્તિઓના આધારે 108 શહેરો આ ચેલેન્જ માટે નોંધાયા હતા અને 36 શહેરોએ તેમના સ્કોર કાર્ડ અને વિઝન સમિટ કર્યા હતા .
15 મી એપ્રિલે યોજાયેલી વર્ચ્યુઅલ ઇવેન્ટમાં જ્યુરી દ્વારા હાલ પ્રથમ તબક્કામાં 11 વિજેતા શહેરોના નામ જાહેર કરવામાં આવ્યા હતા . જેમાં સુરત શહેરની પણ આ ચેલેન્જમાં પસંદગી કરવામાં આવી છે . ચંદીગઢ , ઇન્દોર , જમ્મુ , જબલપુર , પણજી , રાજકોટ , રૌકેલા , સુરત , તુમાકુરૂ અને ઉજ્જૈન આ ચેલેન્જ અંતર્ગત અલગ અલગ 5 એક્ટિવિટી નકકી કરવામાં આવી હતી.
જેમાં સુરત મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ડ્રાઇવ , સર્ટીફીકેશન , 62 શાળાઓનું ઇટ રાઇટ અંતર્ગત રજિસ્ટ્રેશન , નિરાધાર લોકોને ભોજન પુરૂ પાડવું , યુઝ્ડ કુર્કીંગ ઓઇલનો બાયોડિઝલમાં ઉપયોગ અને માસ મોબલાઇઝેશન અંતર્ગત કરવામાં આવેલા એડલ્ટ્રેશન કેમ્પ આ તમામ એક્ટિવિટીઓના ડોક્યુમેન્ટેશન સબમીટ કરવામાં આવ્યા હતા . જેના મુલ્યાંકનને આધારે સુરત શહેરની પસંદગી કરાઇ હતી .
ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ અંતર્ગત નિર્ધારિત પાંચ પ્રવૃત્તિઓમાં મનપાની કામગીરી
( 1 ) લાયસન્સ એન્ડ રજિસ્ટ્રેશન , સર્વેલન્સ ડ્રાઈવ , 6289 સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી તથા વિવિધ ખાદ્ય પદાર્થોને છ સ્પેશિયલ સર્વેલન્સ ડ્રાઈવ કરવામાં આવી હતી . ( 2 ) બેન્ચમાર્ક એન્ડ સર્ટિફિકેશન : ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ -1, ફ્રેશ ફૂડ એન્ડ વેજીટેબલ માર્કેટ -1 , ધાર્મિક સંસ્થા 2 ને સર્ટિફાઈડ કરવામાં આવી તથા હાઈજિંગ રેટિંગ -206 સંસ્થાઓ તથા ફોસ્ટેક ટ્રેનિંગ -1154 , ફૂડ બિઝનેસ ઓપરેટરોને આપવામાં આવી ( 3 ) ચેઈજિંગ સેટિંગ -6 ઈટ રાઈટ કેમ્પસને સર્ટિફાઈડ કરાયા , 62 શાળાઓનું રજિસ્ટ્રેશન કરાયું ( 4 ) ક્રિએટિંગ એન્ડ સસ્ટેનેબલ ફૂડ એન્વાયરમેન્ટઃ ફૂડ રિકવરી એજન્સીને સહયોગથી 22 સ્થળોએ નિરાધાર લોકોને ભોજન પૂરું પડાયું . ( 5 ) માસ મોબિલાઈઝેશન – 17 સંસ્થાઓમાં એડલ્ટ્રેશન કેમ્પ કરાયા .
આ પણ વાંચો :