Surat: યુનિવર્સીટીના પદવી પ્રમાણપત્રોની ફીમાં થયેલો વધારો પરત ખેંચવા છાત્ર યુવા સંઘર્ષ સમિતિની રજુઆત

|

May 27, 2022 | 2:05 PM

વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી દ્વારા પદવી પ્રમાણપત્રોની ફીમાં કરવામાં આવેલો વધારો 48 કલાકમાં પરત ખેંચવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો વધારો પરત ખેંચવામાં નહીં આવશે તો છાત્ર યુવા સંઘર્ષ સમિતિ વિરોધ પ્રદર્શન કરશે.

Surat: યુનિવર્સીટીના પદવી પ્રમાણપત્રોની ફીમાં થયેલો વધારો પરત ખેંચવા છાત્ર યુવા સંઘર્ષ સમિતિની રજુઆત
ફોટો - વિરોધ કરતા વિદ્યાર્થીઓ

Follow us on

Surat: વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી દ્વારા પદવી પ્રમાણપત્રોની ફીમાં કરવામાં આવેલો વધારો 48 કલાકમાં પરત ખેંચવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો વધારો પરત ખેંચવામાં નહીં આવશે તો છાત્ર યુવા સંઘર્ષ સમિતિ વિરોધ પ્રદર્શન કરશે. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાને આવેદનપત્ર પાઠવી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા પહેલા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓના ઘર સુધી પદવી પ્રમાણપત્ર મોકલવાના 225 રૂપિયા ફી લેવામાં આવતી હતી.

પણ યુનિવર્સિટીના મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો કર્યા છે. પ્રમાણપત્રની ફી 225 થી વધારીને 600 રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં, યુનિવર્સિટીએ હાલમાં વીમા, ફોલ્ડર સહિત પ્રમાણપત્ર મેળવવા માંગતા હોય તો એમની પાસેથી 750 રૂપિયા ફી લેવામાં આવે છે. આ પરિસ્થિતિને જોતા છાત્રા યુવા સંઘર્ષ સમિતિએ યુનિવર્સિટીને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ કુલપતિને કહ્યું હતું કે જો યુનિવર્સિટી પ્રમાણપત્રની ફીમાં કરેલો વધારો ઘટાડશે નહીં તો પછી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

છાત્ર સંઘર્ષ સમિતિએ આક્ષેપ કર્યો છે કે, ખાનગી કુરિયર કંપની દ્વારા વિદ્યાર્થીઓ પાસે 600 થી 750 અને વીમા સાથે 900 રૂપિયા ચાર્જ પણ વસુલવામાં આવે છે. તેમ છતાં ખાનગી કંપનીના કર્મચારીઓ વિદ્યાર્થીઓને કુરિયર લેવા માટે પોતાના મનપસંદ સ્થળે પણ બોલાવતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. નોંધનીય છે કે, યુનિવર્સિટીનાં ઇતિહાસમાં પદવી પ્રમાણપત્રની ફીમાં એક સાથે આટલો મોટો વધારો ક્યારે થયો નથી. જે પદવી માત્ર 30 થી 35 રૂપિયામાં છાપીને આપવામાં આવે છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

તેનો કુરિયરનો ખર્ચ ઉમેરવામાં આવે તો પણ વર્ષોથી યુનિવર્સિટી 225 રૂપિયામાં પદવી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવામાં આવે છે. તે જ પ્રમાણપત્રોની ફી 600 રૂપિયા કરવામાં આવી છે. ફોલ્ડર અને કુરિયર વીમા સહિત પદવી પ્રમાણપત્રની ફી 750 રૂપિયા લઈને આવકનું સાધન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આખા ગુજરાતમાં નર્મદ યુનિવર્સીટી જ એક એવી યુનિવર્સીટી એવી છે જે પદવી પ્રમાણપત્ર મોકલવા માટે પણ વીમો લેવામાં આવે છે.

Next Article