Surat : હિન્દૂ સ્ટડીઝનો અભ્યાસ કરવામાં વિદ્યાર્થીઓને કોઈ રસ નથી, ફક્ત 10 ફોર્મ ભરાયા

|

Mar 18, 2022 | 10:24 AM

શૈક્ષણિક વર્ષ 2022-23 માટે એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝ માટે ફક્ત 10 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જ્યારે અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમો પેરા મેડિકલ સહિત માટે 14,300 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે .

Surat : હિન્દૂ સ્ટડીઝનો અભ્યાસ કરવામાં વિદ્યાર્થીઓને કોઈ રસ નથી, ફક્ત 10 ફોર્મ ભરાયા
Veer Narmad South Gujarat University (File Image )

Follow us on

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-2023 થી એમ.એ ઇન હિન્દુ(Hinduism)  સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કર્યા છે . જે માટે માત્ર 10 વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે . અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમો માટે 14,300 થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભર્યા છે . અનુસ્નાતકના પેરા મેડિકલ સહિતના અભ્યાસક્રમો માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-2023 થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કર્યા છે .

જેને સ્ટેચ્યુટમાં આમેજ કરવા માટે 29 મી માર્ચના રોજ યોજાનારી સભામાં પ્રસ્તાવ ૫૨ ૨જૂ કરવામાં આવશે . શૈક્ષણિક વર્ષ 2022-23 માટે એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝ માટે ફક્ત 10 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જ્યારે અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમો પેરા મેડિકલ સહિત માટે 14,300 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે . 18 મી માર્ચના રોજ પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે .

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) એ વર્ષ 2022-23ના નવા શૈક્ષણિક સત્રથી “હિન્દુ અભ્યાસ”માં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કર્યો છે. યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં પ્રથમ વખત હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે. VNSGU આ પ્રકારનો કોર્સ ચલાવનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની હતી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

સિન્ડિકેટ સભ્ય ડૉ. સ્નેહલ જોષીએ એમએ સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિંદુ અભ્યાસ પર બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બે વર્ષનો “હિન્દુ અભ્યાસ” અભ્યાસક્રમ હાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા 2021-22 થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે.

VSNGUના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “BHU અભ્યાસક્રમોની 80 ટકા સામગ્રી અમારા અભ્યાસક્રમમાં રહેશે અને બાકીની 20 ટકા સામગ્રી સ્થાનિક વિસ્તારની હશે. અમે એક ફ્રેમવર્ક સેટ કરીશું જેમાં આ બે વર્ષના અભ્યાસક્રમ માટે પસંદગીના અને વૈકલ્પિક વિષયોનો સમાવેશ થશે. અભ્યાસક્રમ ચાર સેમેસ્ટરનો હશે જે બે વર્ષની મુદતમાં પૂર્ણ થવો જોઈએ.”

“અમે હિન્દુ અભ્યાસમાં ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ, જે છ મહિનાનો પ્રમાણપત્ર કોર્સ હશે. અમે આગામી મહિનાઓમાં સુરત અને દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં પણ તેની શરૂઆત કરીશું. અમે ડિપ્લોમા કોર્સ માટે અલગ માળખું અને સામગ્રી તૈયાર કરીશું. અમે હિંદુ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટીની પણ નિમણૂક કરીશું, તેવું પણ કુલપતિએ ઉમેર્યું હતું. જોકે વિદ્યાર્થીઓનો હવે તેમાં રસ ઓછો જણાઈ રહ્યો છે, ત્યારે જોવાનું રહે છે કે યુનિવર્સીટી દ્વારા આ કોર્સને કેવી રીતે આગળ વધારવામાં આવશે.

આ પણ વાંચો :Surat : ઉધના રેલવે સ્ટેશન બનશે આધુનિક, એરપોર્ટની જેમ સુવિધાઓમાં કરાશે વધારો

આ પણ વાંચો : સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા મામલે આરોપી ફેનિલ હજુ પણ બચવા માટે પ્રયાસો કરી રહ્યો છે, લાજપોર જેલમાંથી તેની એક ગંભીર હરકત સામે આવી

Next Article