Surat : મહાનગર પાલિકા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 11 ના ઓનલાઈન વર્ગનો આજથી પ્રારંભ

|

Jul 20, 2021 | 3:55 PM

સુરત મહાનગર પાલિકા દ્વારા વધારાની જવાબદારીના ભાગરૂપે ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી ધોરણ 11 કોમર્સ, સાયન્સ પ્રવાહમાં કુલ 24 વર્ગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Surat : મહાનગર પાલિકા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 11 ના ઓનલાઈન વર્ગનો આજથી પ્રારંભ
ઓનલાઈન વર્ગનો પ્રારંભ

Follow us on

સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 11 ના ત્રણ માધ્યમમાં 24 વર્ગનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે. હાલ ઓનલાઈન (Online) રીતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ શિક્ષણ આપવામાં આવશે. આજે મેયરના હસ્તે મહાનગર પાલિકાના સેન્ટર ખાતે શાળા નંબર 10 માં ઓનલાઈન વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે જ રીતે વરાછા, કતારગામ, લીંબાયત, ઉધના અને રાંદેર ઝોનની સંલગ્ન સુમન હાઈસ્કૂલમાં જે તે વિસ્તારના ધારાસભ્ય અને ખાસ કમિટીઓના અધ્યક્ષઓને સાથે સમાંતર ઉદ્ઘાટન રાખવામાં આવ્યા હતા.

સુરત મહાનગર પાલિકા દ્વારા વધારાની જવાબદારીના ભાગરૂપે ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી ધોરણ 11 કોમર્સ, સાયન્સ પ્રવાહમાં કુલ 24 વર્ગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સામાન્ય પ્રવાહ, કોમર્સ અને આર્ટસના કુલ 23 વર્ગો અને વિજ્ઞાન પ્રવાહમાં એક વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. મરાઠી માધ્યમમાં આર્ટસના કુલ ત્રણ અને વિજ્ઞાન પ્રવાહના એક વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આગામી શૈક્ષણિક વર્ષથી સુમન હાઈસ્કુલ ધોરણ 12ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાનું પણ નક્કી કરાયું છે. હાલ ધોરણ 11માં શિક્ષકોની ભરતીની કામગીરી પ્રગતિ હેઠળ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાની જાહેરાત થયા બાદ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશની સમસ્યા નડવાની નથી. પરંતુ સરકારી સુમન શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ પ્રવેશની સમસ્યા ઉભી થવાની હોય સુરત મનપા દ્વારા ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતમાં સુરત મનપા પહેલી હશે જેણે આ પ્રકારે પોતાના બાળકોના ઉચ્ચતર અભ્યાસનો વિચાર કરીને ધોરણ 11ના વર્ગ શરૂ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. આગામી વર્ષમાં ધોરણ 11માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ફરી ન અટવાય તે માટે સુરત મનપાની શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 12ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે.

શિક્ષણ સમિતિના આ પ્રયાસથી સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધર્યું છે. કારણ કે અત્યાર સુધી ધોરણ 10 સુધી જ અભ્યાસ મેળવતા વિદ્યાર્થીઓને હવે ધોરણ 12 સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જ અભ્યાસ પ્રાપ્ત થઈ શકશે. સુરત મહાનગર પાલિકાની આ મોટી ઉપલબ્ધી કહી શકાય.

Next Article