Surat : બોટોનિકલ ગાર્ડનમાં ગેરકાયદે કબજો કરનાર કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા સ્થાયી સમિતિ ચેરમેને કરી માંગ

એકતરફ મનપાની તિજોરી તળિયે છે તો બીજી તરફ આ રીતે પણ સુરત મહાનગરપાલિકાની તિજોરી ખાડામાં જઈ રહી છે. સ્થાનિક નગરસેવકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સમગ્ર બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લાવવામાં આવી છે.

Surat : બોટોનિકલ ગાર્ડનમાં ગેરકાયદે કબજો કરનાર કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા સ્થાયી સમિતિ ચેરમેને કરી માંગ
Botanical Garden Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 9:20 AM

સુરતના (Surat ) જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ઉગત બોટોનિકલ ગાર્ડનમાં (Garden ) પીપીપી ધોરણે ગાર્ડન મેઇન્ટેનન્સ તથા ડેવલપમેન્ટમાં (Development ) 20 વર્ષનો કોન્ટ્રાક્ટ લેનાર રાજહંસ એન્ટરટેઇટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને ફાળવેલ જગ્યા પૈકી અંદાજે 6 હજાર ચોરસ મીટર જગ્યાની બાજુમાં સ્થિત ઉગત નર્સરીની જગ્યા પર એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી ખોડલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં 5-6 વર્ષથી મનપાની જાણ બહાર ઉપયોગ થઇ રહ્યો છે.

આ બાબતે ગાર્ડનના હાઉસિંગ સેલ વિભાગે ખોડલ કોર્પોરેશનને નોટિસ ફટકારી કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવાની ચીમકી પણ આપી છે. દરમિયાન મનપાના આર્થિક હિતને ધ્યાને લઇ સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે સમગ્ર પ્રકરણની ખાતાકીય તપાસ કરવા માટેની નોંધ મનપા કમિશનર સમક્ષ રજૂ કરી છે. સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે નોંધમાં જણાવ્યું છે કે , ખોડલ કોર્પોરેશન દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક પ્રોજેક્ટ માટે 10 હજાર ચોરસ મીટરની જગ્યા મેળવ્યા બાદ ટેન્ડરની શરતોમાં ઉલ્લેખ થયેલ વિસ્તાર કરતાં વધુ 6 હજાર ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદેસર રેસ્ટોરન્ટ સહિત અન્ય કોમર્શિયલ હેતુ ઉપયોગ કરીને મનપા સાથે આર્થિક છેતરપિંડી કરી છે અને મનપાની આવક પર વિપરિત અસર પહોંચાડી છે.

જે વહિવટી હિતની દૃષ્ટિએ યોગ્ય નથી તેથી તાત્કાલિક ટેન્ડરમાં દર્શાવ્યા સિવાયની જમીનના કબજા બાબતે ઇજારદાર સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા તથા દંડની વસૂલાત કરવાની જરૂર છે. એટલું જ નહીં , સ્થાયી સમિતિ ચેરમેને સમગ્ર પ્રકરણમાં વિભાગમાં સીધી રીતે જવાબદાર હોય તેવાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ ફરજમાં બેદરકારી તેમજ ઇજારદાર સાથે મેળાપીપણા બાબતે ખાતાકીય તપાસ મૂકવાની પણ માગણી કરી છે તથા જવાબદાર અધિકારી અને કર્મચારી સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા મનપા કમિશનરને સૂચના આપી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આમ, એકતરફ મનપાની તિજોરી તળિયે છે તો બીજી તરફ આ રીતે પણ સુરત મહાનગરપાલિકાની તિજોરી ખાડામાં જઈ રહી છે. સ્થાનિક નગરસેવકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સમગ્ર બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લાવવામાં આવી છે. અને આવનારા દિવસોમાં આ મામલે કોઈ કાર્યવાહી થાય તેવી પણ સંભાવના છે.

નોંધનીય છે કે વિભાગની ખોડલ કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવાની નોટિસ સામે ઇજારદાર દ્વારા પણ મનપાને વળતો જવાબ પાઠવવામાં આવ્યો છે, જેમાં વપરાયેલી જગ્યા અને હિસાબ બાબત રજૂ કરાઈ છે.

આ પણ વાંચો :

Surat: ઓલપાડના ખેડૂતોના સિંચાઇના પાણી માટે વલખા, ડાંગરનો ઉભો પાક સુકાવાના આરે

ચેમ્બર દ્વારા ‘હેલ્થ કોન્ફરન્સ’ યોજાશે, કોરોનાને કારણે શારીરિક- માનસિક રોગોથી પીડાઇ રહેલા લોકોને પહેલીવાર અપાશે માર્ગદર્શન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

g clip-path="url(#clip0_868_265)">