Surat : સચિન જીઆઈડીસીમાં ફક્ત 9 મહિનામાં 100 ટકા અંડરગાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ નેટવર્કનું કામ પૂર્ણ કરાયું

|

Feb 14, 2022 | 8:22 AM

સચિન જીઆઈડીસીમાં કાયમી બનેલી લાઇનલોસ અને પાવર ટ્રીપીંગની સમસ્યાથી ઉદ્યોગકારોને રાહત મળી છે. માત્ર 9 મહિનાના સમયગાળામાં જ સચિન જીઆઈડીસીના 752 હેક્ટરના 175 કિલોમીટરના સરાઉન્ડિંગ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 

Surat : સચિન જીઆઈડીસીમાં ફક્ત 9 મહિનામાં 100 ટકા અંડરગાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ નેટવર્કનું કામ પૂર્ણ કરાયું
Sachin Industrial Area (File Image )

Follow us on

સચિન જીઆડીસીએ(GIDC)  એક અનોખી સિદ્ધિ  હાંસલ કરી છે. સમગ્ર રાજ્યમાં(State )  29 જેટલા નોટીફાઈડ એરિયા આવેલા છે. જેમાંથી એક માત્ર સચિન જીઆઇડીસી ખાતે 100 ટકા અન્ડરગાઉન્ડ(Underground ) ઇલેક્ટ્રિક કેબલ નેટવર્કનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. એક સમય હતો સચીન જીઆઇડીસીમાં લાઇટ એક કલાક માટે પણ જાય તો ઉદ્યોગપતિઓને 2 કરોડનું નુકસાન જતું હતું પરંતુ આ નુકસાન થી હવે ઉદ્યોગપતિઓને કાયમ માટે રાહત મળી ગઇ છે.

સચીન જીઆઇડીસી નોટીફાઇડ એરીયાના માજી પ્રમુખ મહેન્દ્ર રામોલીયાએ જણાવ્યું હતું કે , સચિન જીઆઈડીસી ૭૫૨ હેક્ટરમાં ફેલાયેલી છે અને તેમા 2250 ઓદ્યોગિક એકમો છે . જેમાં વર્ષ દરમિયાન પાવર કટ, પાવર લોસ જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હતો .ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે પાવર જતો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સમસ્યાનું સમાધાન કરવા માટે રાજ્ય સરકાર અને ડીજીવીસીએલ ઉદ્યોગકારોના સચિન જીઆઈડીસીમાં અંડર ગ્રાઉન્ડ ઇલેકટ્રીસિટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારે 25 કરોડ , ડીજીવીસીએલ એ 9.10 કરોડ અને સચિનના ઉદ્યોગકારોના 10.76 કરોડ રૂપિયા મળી 45 કરોડ રૂપિયાના ખર્ચે 175 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ઇલેકટ્રીસિટી કેબલ નેટવર્ક પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો .

જે 9 મહિનામાં પૂર્ણ થયો છે . જેનાથી પાવર કટના કારણે ઉદ્યોગકારોને કોરોડ રૂપિયાનું નુકસાન થતુ હતું તે પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે . ઉપરાંત બીજી એક મહત્વની વાત એ છેકે ઈલેક્ટ્રીક પોલ રસ્તા પરથી દુર થઇ જતા રસ્તા પણ પહોળા અને મોટા થઇ ગયા છે .

આમ સચિન જીઆઈડીસીમાં કાયમી બનેલી લાઇનલોસ અને પાવર ટ્રીપીંગની સમસ્યાથી ઉદ્યોગકારોને રાહત મળી છે. માત્ર 9 મહિનાના સમયગાળામાં જ સચિન જીઆઈડીસીના 752 હેક્ટરના 175 કિલોમીટરના સરાઉન્ડિંગ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ પહેલા પાંડેસરા જીઆઇડીસીમાં જ્યાં 400 હેકટર જમીનમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક જ્યાં ત્રણ વર્ષે પૂર્ણ થયું હતું. જયારે સચિન જીઆઈડીસીમાં 9 મહિનામાં કામ પૂર્ણ થયું છે. આમ આખા ગુજરાતમાં 29 જેટલી નોટીફાઈડ જીઆઈડીસીમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ધરાવનાર સચિન જીઆઇડીસી પ્રથમ જીઆઇડીસી બની છે. જેનાથી ઉદ્યોગકારોને પણ મોટી રાહત મળી છે.

આ પણ વાંચોઃ પોરબંદર અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત 2000 કરોડ

આ પણ વાંચોઃ સુરતમાં પણ પોલીસ સામે આક્ષેપ, 10 કરોડ રૂપિયા માગ્યા હોવાની બિલ્ડરની ફરિયાદ

માત્ર નવ મહિનામાં સચિન GIDCના 752 હેક્ટરમાં અંડર ગ્રાઉન્ડ નેટવર્કની કામગીરી પૂર્ણ

Published On - 8:16 am, Mon, 14 February 22

Next Article