Surat : રિંગરોડ ફ્લાયઓવર બ્રીજનું કામ દોઢ મહિનામાં જ પૂરું કરી દેવાશે : મ્યુનિસિપલ કમિશનર

|

Mar 01, 2022 | 11:40 AM

બ્રિજના નીચેના રસ્તાને ક્લીયર કરવામાં આવી રહ્યો છે . મનપા દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા આવતીકાલે નિરીક્ષણ કરી મનપાને આ બ્રિજ બંધ કરવા માટે એન.ઓ.સી. આપવામાં આવશે અને મનપા દ્વારા એકથી બે દિવસમાં બ્રિજ બંધ કરવા માટેનો નિર્ણય લેવાશે.

Surat : રિંગરોડ ફ્લાયઓવર બ્રીજનું કામ દોઢ મહિનામાં જ પૂરું કરી દેવાશે : મ્યુનિસિપલ કમિશનર
Ring Road flyover bridge work to be completed in one and half months: Municipal Commissioner

Follow us on

સુરતમાં મેટ્રો(Metro ) પ્રોજેક્ટના કારણે ઠેર ઠેર બેરિકેટના કારણે શહેરીજનો ટ્રાફિક(Traffic ) સમસ્યાનો સામનો કરી રહ્યા છે . ત્યારે હવે અતિ ગીચતા ધરાવતા અને જ્યાંથી જ હજારો વાહનો પસાર થાય છે તેવા પારાપાર ટ્રાફિક સમસ્યા ધરાવતા રિંગ રોડ વિસ્તારના ફ્લાય ઓવરબ્રિજનું (Flyover ) રિપેરિંગ કરવા કરવાનું હોવાથી હોવાથી આ બ્રિજનો ઉપયોગ પણ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે.

આ બ્રિજ 3 કે 4 મહિના માટે બંધ કરાશે તેવી ચર્ચા વચ્ચે ઊઠતાં આ વિસ્તારના લોકો અને અહીં કામ – ધંધા માટે રોજેરોજ આવતા લાખો લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે . ત્યારે મનપા કમિશનરે જણાવ્યું હતું કે , રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજની જરૂરિયાતને ધ્યાને રાખી આ 22 વર્ષ જૂના ઓવરબ્રિજને રિપેરિંગ કરી હજુ વરસો સુધી સલામત રીતે તેનો ઉપયોગ થાય એ રીતે દુરસ્ત કરવા આયોજન કરાયું છે.

પરંતુ ત્રણ ચાર માસ સુધી બંધ રહે તો સમસ્યા વધી જાય તેવી શક્યતા છે , તે ધ્યાને રાખીને મનપાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે આ રિપેરિંગ દોઢ માસની અંદર પૂરું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે એ માટે જરૂરી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવામાં આવશે . બ્રિજની 800 બેરિંગ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આથી બ્રિજ બંધ રહે તો નીચે ભારે ટ્રાફિક થવાની સંભાવના છે . જેથી બ્રિજના નીચેના રસ્તાને ક્લીયર કરવામાં આવી રહ્યો છે . મનપા દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા નિરીક્ષણ કરી મનપાને આ બ્રિજ બંધ કરવા માટે એન.ઓ.સી. આપવામાં આવશે અને મનપા દ્વારા એકથી બે દિવસમાં બ્રિજ બંધ કરવા માટેનો નિર્ણય લેવાશે.

સુરતના અડાજણ અને ચોક વિસ્તારને જોડતા મકાઈ  પુલની રિપેરિંગની કામગીરીને રોલઈ એક તરફનો બ્રિજ ચાર દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે . વિવેકાનંદ સર્કલથી અડાજણ તરફ જતાં બ્રિજનાં કેટલાંક જોઈન્ટ ઊંચાં થઇ ગયાં છે . જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે . જો આ જોઈન્ટ તાત્કાલિક રિપેર કરવામાં ન આવે તો અકસ્માત થવાની શક્યતા છે . જેના કારણે મનપાએ તાકીદે રિપેરિંગની કામગીરી શરૂ કરી છે.

આ પણ વાંચો :

સુરતના રાંદેર વિસ્તારમાં ઉછીના પૈસાની માથાકુટમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી

યુક્રેન ક્રાઈસિસ: સુરતના ચાર સહિત કુલ 450 વિદ્યાર્થીઓ બોર્ડર પહોંચશે, તમામ વિદ્યાર્થીઓ યુક્રેનના ચર્નોવિસ્ટ્રીની DSMU કોલેજના

Next Article