Surat : રેસિડેન્ટ ડોકટરોની હડતાળ યથાવત, કહ્યું સરકાર માંગણીઓ પૂર્ણ કરે

|

Aug 09, 2021 | 2:12 PM

સોમવારે હડતાળનો સાતમો દિવસ છે. હડતાળ કરનારા તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી સરકાર તમામ માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.

ગુજરાત(Gujarat) માં સતત ચાલી રહેલી રેસિડેન્ટ ડોકટરો(Doctors) ની હડતાળ હવે આક્રમક બની છે. જેમાં સરકાર એક તરફ તબીબોને બિનશરતી હડતાળ (Strike) પૂર્ણ કરવા કહી રહી છે જયારે આ ડોકટરો પોતાની માંગણીઓને લઇને અડગ છે. જે અંતર્ગત સુરતના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર્સની હડતાળ યથાવત છે. સોમવારે હડતાળનો સાતમો દિવસ છે. હડતાળ કરનારા તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી સરકાર તમામ માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. તો બીજી તરફ હડતાળમાં સામેલ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાની નોટીસ આપી હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : કરોડોની છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પૂછપરછ, પતિ બાદ પત્નીની મુશ્કેલી વધી

આ પણ વાંચો : Maharashtra: શું રાજ ઠાકરેની MNS સાથે ગઠબંધન કરવા જઈ રહી છે ભાજપ? પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યા સંકેત

Next Video