Surat : શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશોત્સવમાં 16 હજારથી વધુ બાળકોના ધો.1 માં રેકોર્ડબ્રેક પ્રવેશ

|

Jun 27, 2022 | 8:03 AM

હાલ શાળાઓમાં (school) પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ધોરણ-1માં જૂનથી ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. દર વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન 15 હજાર જેટલા બાળકોના પ્રવેશ ધોરણ-1માં થતા હોય છે.

Surat : શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશોત્સવમાં 16 હજારથી વધુ બાળકોના ધો.1 માં રેકોર્ડબ્રેક પ્રવેશ

Follow us on

Surat : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં (school) પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. પ્રવેશોત્સવના (Entrance Ceremony) પ્રથમ ત્રણ દિવસમાં જ ધોરણ-1માં 16 હજારથી વધારે વિદ્યાર્થીએ (Student) પ્રવેશ લીધા છે. જે છેલ્લા ઘણા વર્ષોમાં રેકોર્ડબ્રેક આંકડો છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશોત્સવની શરૂઆત જ વિરોધથી થઇ હતી. આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષકોની ઘટ લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે સમિતિ દ્વારા શિક્ષકોની ઘટ પૂરવામાં આવી છે.

હાલ શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ધોરણ-1માં જૂનથી ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. દર વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન 15 હજાર જેટલા બાળકોના પ્રવેશ ધોરણ-1માં થતા હોય છે. આ વખતે પ્રવેશોત્સવ શરૂ થયાના ત્રણ દિવસમાં જ 16 હજારથી વધુ વિદ્યાર્થીએ પ્રવેશોત્સવમાં ધોરણ-1માં પ્રવેશ લીધા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દર વર્ષે ઓગસ્ટ સુધીમાં 15 હજાર જેટલાં પ્રવેશ થાય છે, જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ મોજાં, સ્કૂલ બેગ સહિતની કિટ આપવામાં આવે છે. આ સિવાય પણ શિક્ષણ સમિતિની શાળાઓમાં હવે શિક્ષણનું સ્તર સુધરતું ચાલ્યું છે.

સુરત એ મીની ભારત કહેવાય છે અને આ જ કારણ છે કે અહીં વિવિધ રાજ્યોમાંથી લોકો સ્થાયી પણ થયા છે, ત્યારે તેમના સંતાનોને માતૃભાષામાં શિક્ષણ મળી રહે તે માટે સુરતમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત બીજી 7 પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ ખાનગી શાળાઓમાં મોંઘુ બનતું જઇ રહ્યું શિક્ષણ મધ્યમ અને સામાન્ય વર્ગને પોષાય તેવું રહ્યું નથી. તેવામાં હવે કોરોના બાદ સરકારી શાળાઓમાં સંતાનોને અભ્યાસ કરાવવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. આ જ કારણથી હવે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે.

Published On - 8:03 am, Mon, 27 June 22

Next Article