Surat : દક્ષિણ ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રી, નવસારી-સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ

|

Jul 10, 2021 | 4:57 PM

દક્ષિણ ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રી થઇ છે. સુરત જિલ્લા અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વરસાદને કારણે ખેડૂતો સહિત સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Surat : દક્ષિણ ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રી, નવસારી-સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ
FILE PHOTO

Follow us on

Surat : શહેર જિલ્લામાં આજે વરસાદની રિ-એન્ટ્રી થઈ ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના અડાજણ,પાલ, ડભોલી, પુણા ગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં.

થોડા દિવસોના વિરામ બાદ કડાકા ભડાકા સાથે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જેથી ભારે બફારા અને ઉકળાટનો અનુભવ કરતાં લોકોએ વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પાણી ભરાઈ ગયા હતાં. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી.

 

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રી થઇ છે. જેમાં નવસારી શહેરમાં અને જિલ્લામાં વરસાદી ઝાપટાં પડયા છે. જેમાં ચીખલી તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદી હેલીને કારણે નવસારીવાસીઓમાં આનંદની લાગણી છવાઇ છે.

 

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વલસાડ, પારડી, વાપી, ઉમરગામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અને, વલસાડ પંથકમાં વરસાદી માહોથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

 

Published On - 4:49 pm, Sat, 10 July 21

Next Article