Surat : વરસાદે તોડ્યો પાંચ વર્ષનો રેકોર્ડ, સુરત જિલ્લામાં સિઝનનો 57 ટકા વરસાદ વરસી ગયો

|

Jul 14, 2022 | 9:24 AM

જેમાં સૌથી વધારે ઉમરપાડામાં 77.44 ટકા વરસાદ (Rain )પડ્યો છે, જયારે સુરત સિટીમાં પણ 54.12 ટકા જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. આ જ પ્રમાણેની સ્થિતિ અન્ય જિલ્લા અને તાલુકાઓની પણ જોવા મળી રહી છે.

Surat : વરસાદે તોડ્યો પાંચ વર્ષનો રેકોર્ડ, સુરત જિલ્લામાં સિઝનનો 57 ટકા વરસાદ વરસી ગયો
Rain In Surat (File Image )

Follow us on

શહેર (Surat ) અને જિલ્લામાં (District ) સમગ્ર સિઝનમાં જેટલો વરસાદ પડે છે તેના 57 ટકા વરસાદ (Rain ) ચાલું વર્ષે જુલાઈના મધ્યાંતર સુધી પડી ગયો છે. હજી તો વરસાદની આખી સિઝન બાકી છે . વરસાદનો તોફાની સ્પેલ હજી બાકી છે. એ સ્થિતિ જોતા આગામી દિવસોમાં વરસાદ પાછલા વર્ષોના રેકોર્ડ તોડશે તેવી શક્યતાઓ પ્રબળ છે. ઉમરપાડાને ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે. કારણકે ત્યાં રાજ્યનો સર્વાધિક વરસાદ પડે છે. ચાલું વર્ષે પણ સિઝનની શરૂઆતમાં જ ઉમરપાડામાં અત્યાર સુધીમાં 56 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

ચાલુ વર્ષે ચોમાસું સમયથી થોડું મોડું શરૂ થયું હતું. તેમાંયે હવામાન વિભાગ દ્વારા સિઝનનું સામાન્ય ચોમાસું રહેવાની સંભાવનાઓ વ્યકત કરાઈ હતી. પરંતુ અત્યાર સુધી પડેલો વરસાદ સિઝનના કુલ વરસાદને 57 ટકા જેટલો નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 33 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે 57.22 ટકા વરસાદ પડી ગયો છે. જ્યારે માંડવીમાં સૌથી ઓછો 24 ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં સિઝનના સરેરાશ વરસાદ કરતા 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં તો ત્રણ જ દિવસમાં 37 ઈંચ વરસાદ વરસી ગયો છે.

કપરાડામાં 3 જ દિવસમાં 37 ઈંચ વરસાદ જયારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 50 ટકાથી વધુ વરસાદ અત્યારસુધી વરસી ગયો છે. સુરત જિલ્લામાં સરેરાશ 33 ઈંચ વરસાદ નોંધાયો છે એટલે કે 57 .22 ટકા વરસાદ પડી ગયો છે. ત્યારે હજી તો આખું ચોમાસુ બાકી છે, ત્યાં અષાઢમાં વરસેલા અનરાધાર વરસાદમાં જ રાજ્યના અને દક્ષિણ ગુજરાતના નદી ડેમ છલકાઈ ઉઠ્યા છે. છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ આ વરસાદે તોડ્યો છે. વર્ષ 2017માં જુલાઈ સુધી 26.78 ટકા, 2018માં 41.46 ટકા, 2019માં 26.36 ટકા, 2020માં 23.87 ટકા, 2021માં 24.28 ટકા જયારે 2022 એટલે કે આ વર્ષે અત્યારસુધી 57.22 ટકા વરસાદ પડી ચુક્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જેમાં સૌથી વધારે ઉમરપાડામાં 77.44 ટકા વરસાદ પડ્યો છે, જયારે સુરત સિટીમાં પણ 54.12 ટકા જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. આ જ પ્રમાણેની સ્થિતિ અન્ય જિલ્લા અને તાલુકાઓની પણ જોવા મળી રહી છે. મેઘરાજાની આક્રમક બેટિંગને પગલે રાજ્ય અને દક્ષિણ ગુજરાત તરબતર થઇ ગયું છે.

 

Next Article