Surat: ગેસ રિફીલિંગ કરીને સિલિન્ડર વેચવાનું મોટું રેકેટ ઝડપાયું, 1.44 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Jul 05, 2022 | 6:10 PM

સુરત(Surat) પોલીસે જુદી જુદી કંપનીનાં રાંધણ ગેસનાં અલગ અલગ વજનનાં કુલ 36 સીલિન્ડરો(Gas Cylinder) કબ્જે કર્યા હતા. તેમાં 14 ભરેલા અને 22 જેટલા ખાલી સીલીન્ડરો હતા. આ ઉપરાંત સ્થળ પરથી એક વજન કરવાનો કાંટો,ગેસ રીફીલ કરવામાં વપરાશમાં આવતી નોઝલો, એક મોપેડ તેમજ બે મોબાઈલો પોલીસે કબ્જે લઈ

Surat: ગેસ રિફીલિંગ કરીને સિલિન્ડર વેચવાનું મોટું રેકેટ ઝડપાયું, 1.44 લાખનો મુદ્દામાલ જપ્ત
Surat Gas Refiling Racket

Follow us on

સુરત(Surat)જિલ્લાનાં કોસંબા ટાઉનમાં વપરાશનાં રાંધણ ગેસના(Gas Cylinder)બાટલાઓ પોતાનાં ઘરમાં સંગ્રહ કરી ગેરકાયદે રીતે ગેસ સીલિન્ડરોને રીફીલીંગ કરી વેચાણ કરવાનું રેકેટ(Racket)પકડી પાડવામાં આવ્યું છે. કોસંબા પોલીસને બાતમી મળતાં રેડ પાડી ઝડપી પાડી આ રેકેટમાં સામેલ બે જેટલા મુખ્ય સૂત્રોધારોને રૂ.1.44 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કોસંબાના અંબિકાનગર સોસાયટીનાં નંબર-12માં પોતાના ઘરની અંદર ગેરકાયદેસર રીતે ગેસ સીલીન્ડરોનો સંગ્રહ કરી મોટાપાયે ગેસનાં સીલિન્ડરોને રીફીલીંગ કરીને વેચાણ થઈ રહ્યું હોવાની જાણ થતાં કોસંબા પોલીસે ટીમ બનાવી બાતમીનાં સ્થળ પર રેડ પાડી હતી.

આ જગ્યાએથી પોલીસે જુદી જુદી કંપનીનાં રાંધણ ગેસનાં અલગ અલગ વજનનાં કુલ 36 સીલિન્ડરો કબ્જે કર્યા હતા. તેમાં 14 ભરેલા અને 22 જેટલા ખાલી સીલીન્ડરો હતા. આ ઉપરાંત સ્થળ પરથી એક વજન કરવાનો કાંટો,ગેસ રીફીલ કરવામાં વપરાશમાં આવતી નોઝલો, એક મોપેડ તેમજ બે મોબાઈલો પોલીસે કબ્જે લઈ આ રેકેટમાં સામેલ બે ઈસમોને પણ સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.

જેમા આ રેકેટમાં સામેલ બે મુખ્ય સૂત્રધારો પૈકીનાં કમલેશ ગોવર્ધનભાઈ ગાંધી અને અંબુ ઈશ્વરભાઈ વસાવાને ઝડપી પાડી પોલીસે બંન્નેની પુછપરછ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ સીલિન્ડરોને રીફીલીંગ કરી વેચાણ કરવાનાં ધંધાનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલા બંન્ને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને આરોપીઓની અંગઝડતી દરમ્યાન રોકડ રકમ પણ મળી આવી હતી. દરમ્યાન પોલીસ દ્વારા સ્થળ પર વધુ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. કોસંબા પોલીસનાં પીઆઈ પી.વી પટેલે ઝડપાયેલા બંન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલ ભેગા કર્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Surat: જીમમાંથી ઝડપાયું જુગારધામ, પોલીસે દરોડા પાડી જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને ઝડપી પાડ્યા

સુરત શહેરના કતારગામ પોલીસે રવિવારે રાત્રે એક જીમમાં દરોડો પાડીને ત્યાં જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને પકડી પાડ્યા હતા. તેઓની પાસેથી 77 હજાર રોકડ સહિત કુલ 3.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જુગાર રમતા લોકો કોઈને કોઈ રીતે પોલીસથી બચવા માટેનો નવો રસ્તો અપવાનાવતા હોય છે. કોઈ વ્યક્તિ ઘરમાં કે પછી કોઈ ઓફિસમાં બેસીને જુગાર રમતા હોય છે ત્યાં સુરતના કતારગામ પોલીસને માહિતી મળી કે જીમમાં જુગાર રમવામાં આવી રહ્યો છે તે આધારે રેડ કરી હતી.

Published On - 6:04 pm, Tue, 5 July 22

Next Article