Surat : મહુવામાં પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી આત્મહત્યા કરી, પ્રેમ સંબંધ લાવ્યો કરૂણ અંજામ

સુરતના(Surat) મહુવા તાલુકાના ડુંગરી ગામના કેનાલ રોડ પર આવેલી આંબાવાડીમાં પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવી લીધું છે. આ વાત વાયુવેગે ફેલાતા જ ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું

Surat : મહુવામાં પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી આત્મહત્યા કરી, પ્રેમ સંબંધ લાવ્યો કરૂણ અંજામ
Bardoli Mahuva Boy And Girl Commit Suiside
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 6:07 PM

સુરત(Surat) ના મહુવા  તાલુકામાં પ્રેમી પંખીડાના આપઘાતનો(Suiside)  વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહુવામાં(Mahuva)  ડુંગરી ગામે આ ઘટના બની છે. આ ઘટનામાં પ્રેમી પંખીડાએ પ્રેમ સંબંધનો કરુણ અંજામ લાવીને ઝાડ પર લટકીને જીવન ટૂંકાવી લીધું છે.બનાવ અંગે વધુ મળતી માહિતી પ્રમાણે મહુવા તાલુકાના ડુંગરી ગામના કેનાલ રોડ પર આવેલી આંબાવાડીમાં પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવી લીધું છે. આ વાત વાયુવેગે ફેલાતા જ ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.બનાવની જાણ મહુવા પોલીસને થતા પોલિસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મરણ જનાર પ્રેમી પંખીડાઓની ઓળખ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમ્યાન માલુમ પડ્યું હતું કે બંને પ્રેમી પંખીડા કરચેલીયાના રહેવાસી હતા.

પ્રેમીનું નામ સંજય હળપતિ બંધુકિયા જ્યારે પ્રેમિકાનું નામ ક્રિષ્ટિ હિતેશ નાયકા હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ કરતા એ પણ માલુમ પડ્યું હતું કે બંને પ્રેમીઓ ગઈકાલથી જ ઘરેથી ગાયબ હતા અને તેના પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા.લોક ચર્ચા મુજબ પરિવારજનોને આ સંબંધ મંજુર ન હોય તેઓએ સાથે જ આ આત્યંતિક પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. જોકે પોલીસે પરિવારજનોના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. અને તેમના આપઘાતનું સાચું કારણ જાણવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પણ આ જ પ્રમાણે કામરેજ તાપી નદીમાં પ્રેમી પંખીડાએ ઝંપલાવ્યું હતું, જેમાં પ્રેમિકાનું મોત નીપજ્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

( Input Jignesh Mehta – Bardoli )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">