Surat : પુણા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ચાદરની મદદથી ભેદ ઉકેલી ત્રણ લોકોની ધરપકડ કરી

|

Oct 05, 2022 | 7:49 PM

સુરતના (Surat) પુણા વિસ્તારના આઈ માતા રોડ પરથી એક યુવકની લાશ (Death) મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પુના પોલીસને(Police)જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પરથી ઇજાના નિશાન મળી આવ્યા હતા,

Surat : પુણા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ચાદરની મદદથી ભેદ ઉકેલી ત્રણ લોકોની ધરપકડ કરી
Surat Crime Branch Arrest Murder Accused

Follow us on

સુરતના (Surat) પુણા વિસ્તારના આઈ માતા રોડ પરથી એક યુવકની લાશ (Death) મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પુના પોલીસને(Police)જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પરથી ઇજાના નિશાન મળી આવ્યા હતા, જેને પગલે આ યુવકની હત્યા કરીને તેની લાશને અહીં ફેંકી દેવામાં આવી હોવાનું બહાર આવતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ને પણ તપાસ કરવા સૂચન કર્યું હતું અને ત્યાં ગણતરીના કલાકો માં ક્રાઇમ બ્રાન્ચે આ હત્યા નો ભેદ ઉકેલી નાખ્યો અને હત્યા કરનાર બાળ કિશોર છે જે ફ્રુટ ની લારી ચલાવે છે જે કૃટ ના રૂપિયા માટે હત્યા કરવામાં આવી છે.પોલીસે બાળ કિશોર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી.

પુણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

સુરતના પુણા વિસ્તારમાં આવેલ આઇ માતા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે યુવકની લાશ મળી આવી હતી.જ્યારે ઘટનાની જાણ પુણા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં પ્રાથમિક તપાસમાં કરવામાં આવી હતી ત્યારે આ યુવક ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટીનો રહેવાસી મહિપાલ આહીર હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ મૃતકના શરીર પરથી ઈજાના નિશાન મળી આવ્યા હતા, આ યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી પોલીસે લાશને પોસ્ટમોટમ અર્થે મોકલી યુવક પર હુમલો કરનારા અને લાશને આમ રસ્તે રજડતી કરી દેનારા સામે ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે.એક બાજુ શહેરમાં નવરાત્રી ચાલી રહી ત્યાં બીજી બાજુ આ યુવકની લાશ મળી આવતા પુણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગણતરીના કલાકોની અંદર આખા ગુનાનો ભેદ ઉકેલી  નાખ્યો

જ્યાં ઘટના નજીકના નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા આખો મામલો સ્પષ્ટ થયો હતો કે તેમાં અજાણ્યા ઇસમો દ્વારા પીકઅપ વાન ગાડીમાં લાશ ને લઈ આવી માતા ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયા હોવાનું દેખાયું હતું. આમ તાત્કાલિક સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અસરથી સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને પણ તપાસમાં કામે લગાડી હતી તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની મહેનત રંગ લાવી હતી ગણતરીના કલાકોની અંદર આખા ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો  છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બાળગીતોને રૂપિયાની માંગણી કરતા બંને વચ્ચે બબાલ થઈ હતી

સુરત ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ દિગ્વિજયસિંહ રાઠોડ ની ટીમ સીસીટીવીના આધારે એક પછી એક કડી મેળવતી રહી અને નજીકમાં એક હોસ્પિટલ ની અંદર તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો હતો. કારણ કે બોડી પર એક ચાદર હતી તે ચાદર બાબતે તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે નજીકમાં આવેલી કોઈ હોસ્પિટલ માં આવી ચાદર હોઈ શકે તે આધારે પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ખાનગી રહે માહિતી મળી હતી તેના આધારે એક બાળકિશોર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી અને તેમની પૂછપરછ કરતા આખો મામલો બહાર આવ્યો હતો કે સફરજન ની લારી ચલાવતા બાળ કિશોર પાસે મળનાર વ્યક્તિએ સફરજન ખરીદાબાદ રૂપિયાનો આપ્યા હતા જેથી બાળગીતોને રૂપિયાની માંગણી કરતા બંને વચ્ચે બબાલ થઈ હતી અને જેની અંદર ઉશ્કેરાઈ જઈ અને બાળકી સોળે માથાના ભાગે તાજવાનો પાઠ 12 મારતા યુવકનું મોત થયું.

તેની બાદમાં મૃતક યુવકને આરોપી દ્વારા માર્યા બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પણ હોસ્પિટલ ની અંદર સારવાર કરવાની ના પાડતા જ બાળકિશોર આરોપીએ પોતાના પિતાને જાણ કરી અને આ રીતની ઘટના બની હોવાની હકીકત જણાવતા ની સાથે બાળકીશોર ના પિતા સહિત ચાર પાંચ લોકા ભેગા થઈને એક પીકપ વાન ની અંદર આ બોડી મૂકી અને આઈ માતા ચોક નજીક બોડી મૂકીને ફરાર થઈ ગયા હતા.

Published On - 7:47 pm, Wed, 5 October 22

Next Article