Surat : ATMમાં મદદ કરવાના બહાને લોકોને છેતરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો, 39 ATM કાર્ડ ઝબ્બે

|

Feb 02, 2022 | 5:39 PM

સુરતના અલગ અલગ વિસ્તારોમાં એટીએમ સેન્ટરમાં લોકોને વાતોમાં ભોળવી મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી કાર્ડ બદલી લોકોના ખાતા સાફ કરનારને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે, પોલીસે આરોપીની ધરપકડ કરી પાંચ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે

Surat : ATMમાં મદદ કરવાના બહાને લોકોને છેતરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો, 39 ATM કાર્ડ ઝબ્બે
ATM માં મદદ કરવાના બહાને લોકોને છેતરતા આરોપીને પોલીસે પકડી પાડી 39 ATM કાર્ડ ઝપ્ત કર્યાં

Follow us on

સુરત (Surat) શહેરના અલગ અલગ વિસ્તારોમાં ATM સેન્ટરમાં લોકોને વાતોમાં ભોળવી મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી એટીએમ કાર્ડ બદલી લોકોના ખાતા સાફ કરનારને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પાંચ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.

આરોપી પાસેથી પોલીસ (Police) એ અલગ અલગ બેન્કના 39 એટીએમ કાર્ડ, રોકડા 22,300 અને મોબાઈલ મળી કુલ રૂપિયા 26,300 મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં હજુ પણ આરોપી પાસેથી વધુ ગુનાના ભેદ ઉકેલવાની શક્યતા પોલીસ સેવી રહી છે.

એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મહિધરપુરા, લિંબાયત, પાંડેસરા અને ઉધના પોલીસ મથકમાં છેલ્લા કેટલાક દિવસોથી એટીઍમ સેન્ટરમાં પૈસા ઉપાડવા જતા ગરીબ અને શ્રમજીવીને એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડી આપવામાં મદદ કરવાને બહાને અજાણ્યા દ્વારા પીન નંબર જાણી લીધા બાદ વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી નાંખ્યા બાદ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

આ તમામ ફરિયાદમાં ચીટીંગની મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની હતી. જેથી એક જ આરોપી દ્વારા તમામ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા સાથે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન એવી બાતમી મળી હતી કે પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલ એસબીઆઈ બેન્કના એટીએમ સેન્ટર ખાતે પૈસા ઉપાડવા માટે આવનાર વ્યકિતને ટાર્ગેટ કરવાના ઈરાદે એક વ્યકિત આવનાર છે. જે બાતમીને વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી સંતોષ ઉર્ફે રોશન ચંદ્રભાન યાદવને ઝડપી પાડ્યો હતો.

એસઓજીએ સંતોષ પાસેથી અલગ અલગ બેન્કના 39 એટીએમ કાર્ડ, રોકડા 22,300, મોબાઈલ મળી કુલ રૂપિયા 26,300 મતા કબજે કરી હતી. સંતોષની પુછપરછમાં મહિધરપુરા, પાંડેસરા, ઉધના અને લિંબાયતમાં નોધાયેલા ગુનોનો ભેદ ઉકેલાયો હતો.

જેમને ઍટીઍમનુ નોલેજ ન હોય તેને જ ટાર્ગેટ કરતો

એસઓજીએ સંતોષ ઉર્ફે રોશનની ધરપકડ કરી હાથ ધરેલી પુછપરછમાં અલગ અલગ બેન્કના એટીએમ સેન્ટર ઉપર વોચ ગોઠવતો હતો. અને પૈસા ઉપાડવા માટે આવતા મજુર વર્ગના ગરીબ અને એટીએમ બાબતે ઓછું જ્ઞાન ધરાવતા વ્યકિતને ટાર્ગેટ કરી તેના નજીક ઉભો રહી જતો હતો. ત્યારબાદ તેને વાતોમાં ભોળવી પહેલા વ્યકિતને એટીએમ પાસવર્ડ જોઈ લીધા પછી મદદ કરવાના બહાને પોતાની પાસેનું એટીએમ કાર્ડ બદલી નાંખતો હતો.

દરરોજ બે-ત્રણ વ્યકિતને નિશાન બનાવતો

પોલીસના હાથે ઝડપાયેલો સંતોષ રોજના બે ત્રણ વ્યકિતને નિશાન બનાવતો હતો. સવારે ઘરથી નિકળી શહેરના અલગ અલગ એટીએમ સેન્ટર ખાતે પહોચી બહાર ઉભો રહેતો હતો. અને પૈસા ઉપાડવા માટે આવતા ગરીબ શ્રમજીવી વ્યકિતને નિસાન બનાવી ગુનાને અંજામ આપતો હતો. સંતોષ રોજના બેથીત્રણ વ્યકિતને પોતાનો શિકાર બનાવતો હતો ત્યારબાદ ઘરે જતો હતો. એટીએમ કાર્ડ પડાવી તરત જ અન્ય એટીએમ માંથી પૈસા પણ ઉપાડી લેતો હતો.

આરોપીના ખાતામાંથી 2.53 લાખ મળ્યા

પોલીસની પુછપરછમાં સંતોષ ઉર્ફે રોશન રોજના બેથી ત્રણ વ્યકિતને નિશાન બનાવ્યા બાદ તેમના એટીએમ કાર્ડ બદલી નાંખ્યા બાદ તેના ખાતામાંથી પૈસા ઉપાડી લેતો હતો અને અને આ પૈસા તેના બેન્ક એકાઉન્ટ (Bank account) માં જમા કરાવતો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેના બેન્ક એકાઉન્ટ બાબતે તપાસ કરતા એકાઉન્ટમાંથી 2,53,000 નું બેલેન્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે હાલ તો આરોપીનું બેન્ક બેલેન્સ ફ્રિઝ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ  નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડિયા વન્યજીવ અભયારણ્ય 

આ પણ વાંચોઃ Ahmedabad: કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની થશે ધરપકડ, આ ત્રણેય આરોપીઓ પર પણ લાગશે ગુજસીટોક

Published On - 5:36 pm, Wed, 2 February 22

Next Article