સુરત પોલીસની એક સરાહનીય કામગીરી જોવા મળી છે. પોલીસે પરિવારમાંથી ગુમ થયેલી બાળકીને કલાકોની અંદર જ શોધીને તેનું પરિવાર સાથે મિલન કરાવ્યુ છે. પાંડેસરા વિસ્તારમાંથી 3 વર્ષીય બાળકી ગુમ થઇ ગયી હતી. તેને માત્ર બે કલાકના જ સમયગાળમાં શોધીને પરિવારને હવાલે કરી છે.
ઘટના એવી છે કે પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારમાંથી બાળકીની માતા દુકાને સમાન લેવા ગઇ હતી. આ દરમ્યાન બાળકી ઘરેથી ગુમ થઇ ગઇ હતી. બાળકીની શોધખોળ બાદ પણ બાળકી ન મળતા પરિવારે પોલીસને જાણ કરી હતી. જે પછી પોલીસની 100 લોકોની ટીમ બાળકીને શોધવા કામે લાગી હતી દરમ્યાન એક દુકાનદારને આ બાળકી મળી આવતા તેણે પોલીસને જાણ કરી હતી. જે પછી પોલીસે બાળકીનું મિલન પરિવાર સાથે કરાવ્યું હતું.
બનાવ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાંથી ૩ વર્ષીય બાળકી સવારે ગુમ થઇ ગયી હતી. સવારે 10.30 વાગ્યાની આસપાસ તેના ઘરે લાઈટ ચાલી ગઇ હતી. દરમ્યાન બાળકી અને તેનો 5 વર્ષનો ભાઈ ઘરે હતા . તેની માતા મોબાઈલ આપીને દુકાને સમાન લેવા ગઇ હતી. આ દરમ્યાન બંને ભાઈ બહેન ઘરે એકલા હતા ત્યારે 3 વર્ષીય બાળકી પહેલા માળે રૂમમાંથી નીચે ઉતરીને ત્યાંથી જતી રહી હતી.
બાળકી ગુમ થયા બાદ બાળકી અને આસપાસના લોકોએ બાળકીની શોધખોળ કરી હતી. બપોરે 12.30 વાગ્યાની આસપાસ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસની 100 જેટલા લોકોની ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત તે વિસ્તારના વોટ્સએપ ગ્રુપમાં બાળકીનો ફોટો મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રીક્ષામાં માઈક રાખીને પોલીસકર્મીને બેસાડીને એનાઉસમેંટ કરાવ્યુ હતુ. પોલીસ આ એનાઉસમેંટ કરી રહી હતી, ત્યારે અભિષેક દુબે નામના દુકાનદારએ આ સાંભળ્યું હતું અને તેણે આ બાળકીને જોઈ હતી અને તેઓએ બાળકીને દુકાને બેસાડીને પોલીસને જાણ કરી હતી.
બાળકી બે કલાકની અંદર જ મળી ગયી હતી. બાળકીના પરિવારજનો પણ પોલીસ મથકે આવી ગયા હતા હાલ બાળકીને મેડીકલ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવશે અમે વાલીઓને વિનંતી કરીએ છીએ કે જીઆઈડીસીમાં ડે કેર સેન્ટર છે કે જ્યાં 6 વર્ષ સુધીના બાળકોને રાખવામાં આવે છે ત્યાં અભ્યાસ અને ભોજન સુધીની સુવિધા છે આ ઉપરાંત ટ્રાન્સપોટેશનની પણ વિના મુલ્યે સુવિધા છે. આ અંગે અમે લગાતાર સેમીનાર પણ કરીએ છીએ તો વાલીઓને અપીલ છે કે જેઓના માતા-પિતા કામ કરે છે તેઓના ૩ થી ૬ વર્ષના બાળકોને આ ડે કેર સેન્ટરમાં મોકલી શકાય છે.