સુરત પોલીસ દ્વારા શહેરના જે વિસ્તારમાં ક્રાઇમ રેટ વધુ છે ત્યાં 40 કિલોમીટર સાયકલિંગ કરવામાં આવ્યું

|

Mar 29, 2022 | 6:08 PM

સુરત શહેરના ક્રાઈમ સપોર્ટ એરિયામાં સાયકલોથોનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકો જોડાયા હતા. આ સાયકલોથોનમાં સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

સુરત (Surat) પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. રાત્રી દરમિયાન પોલીસ (Police)  દ્વારા સાયકલ પર પેટ્રોલિંગ (Patrolling)  કરાયું છે. જેમાં હવે સુરત પોલીસ સાથે સ્થાનિકો પણ જોડાઈ રહ્યા છે. સુરતના એરિયા કે જ્યાં ક્રાઈમ (crime) થતું હતું ત્યાં પણ પોલીસ દ્વારા સ્થાનિકો સાથે સાયકલિંગ કરવામાં આવ્યું હતું. આ અનોખી પહેલમાં સુરત પોલીસ કમિશ્નર (Police Commissioner) સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. સુરત પોલીસ દ્વારા એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા હવે સાયકલ પર પેટ્રોલિંગ શરુ કરાયું છે. જેમાં નાગરિકો સાથે સાયકલિંગ (Cycling) પણ કરવામાં આવી રહ્યું છે.

સુરત શહેરના ક્રાઈમ સપોર્ટ એરિયામાં સાયકલોથોનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકો જોડાયા હતા. આ સાયકલોથોનમાં સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. લોકોમાં ભય દુર થાય તે માટે અનોખો પ્રયાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતમાં સાયકલ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું હતું. પરંતુ હવે શહેરના નાગરિકોને પણ જોડવામાં આવ્યા છે. સુરતના એવા વિસ્તાર કે જ્યાં ક્રાઈમ થતું હતું ત્યાં પણ સાયકલીંગ કરવામાં આવ્યું છે. સુરત પોલીસ સાથે લોકો પણ જોડાઈ રહ્યા છે.પોલીસ કમિશનર સતત સરપ્રાઈઝ ચેકીંગ પણ કરતા હોય છે કોઈ પણ વિસ્તારમાં લોકો સાથે ચર્ચા કરતા હોય છે જેથી સ્થનિક લોકોની સમસ્યા બબાતે કોઈ કચાસ રહી જાય તો તેને નિરાકરણ કરવા માટે સતત પ્રયાસો કરવાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  Ahmedabad: સરખા નામના કારણે ખોટા કેન્દ્ર પર પહોચી ગયેલી ધો.10ની વિદ્યાર્થિનીને પોલીસે સાચા કેન્દ્ર પર પહોંચાડી

આ પણ વાંચોઃ Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી

Next Video