AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરત જેલમાંથી પણ 64 કેદી આપી રહ્યા છે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા

જેલમાં કેદીઓ પણ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાલ ધોરણ -10 ના 6 ઝોન અને ધોરણ 12 ના પાંચ ઝોન મળી કુલ 11 ઝોનના 87 કેન્દ્રો અને 484 બિલ્ડીંગ અને 4069 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.

Surat : સુરત જેલમાંથી પણ 64 કેદી આપી રહ્યા છે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા
Board Exams in Lajpor Jail (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:59 AM
Share

સોમવારથી (Monday ) ગુજરાત બોર્ડની ધો .10 અને ધો . 12 ની રાજ્ય વ્યાપી પરીક્ષાઓ(Exams ) સમગ્ર રાજ્યમાં તો શરૂ થઈ છે પરંતુ , રાજ્યના ચાર મહાનગરોમાં આવેલી મધ્યસ્થ જેલોમાં(Jail ) સજા કાપી રહેલા કેદીઓ પણ આ પરીક્ષા આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે . સુરતના લાજપોર ખાતે આવેલી મધ્યસ્થ જેલમાંથી કુલ 64 કેદીઓ ગુજરાત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે . સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી ધો .10 ની પરીક્ષા આપનારા કેદીઓની સંખ્યા 32 છે . અને ધો . 12 ની પરીક્ષા આપનારા કેદીઓની સંખ્યા પણ 32 છે .વધુ મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના ચાર મધ્યસ્થ જેલ કેન્દ્રોમાંથી 122 જેટલા કેદીઓ પણ સામાન્ય પરીક્ષાર્થીઓની જેમ જ ગુજરાતની ધો.10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે .

અમદાવાદ સાબરમતી જેલમાંથી ધો .10 માં 28 અને ધો .12 માં 19 કેદીઓ , વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ 31 કેદીઓ પૈકી ધો . 10 માં 20 અને પી .12 માં 11 કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે . રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ધો .10 ની પરીક્ષામાં 12 કેદીઓ અને ધો .12 માં 3 કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમજ સુરતમાં ધો .10 માં 32 અને ધો .૧૨ માં 32 કેદી પરીક્ષા આપી રહ્યા છે . 2020 ની પરીક્ષામાં ધો . 10 માં 125 અને 12 માં 50 સહિત કુલ 175 કેદીઓ નોંધાયા હતા . દરેક જેલમાં નિર્ધારીત સમયે પરીક્ષા લેવાય તેમજ નિર્ધારીત સમયે પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચતુ થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે .

જેલમાં કેદીઓ પણ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાલ ધોરણ -10 ના 6 ઝોન અને ધોરણ 12 ના પાંચ ઝોન મળી કુલ 11 ઝોનના 87 કેન્દ્રો અને 484 બિલ્ડીંગ અને 4069 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.

વાલીઓ પણ બાળકોનું વિશેષ ધ્યાન આપી રહ્યા છે . જેથી પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને બીમાર પડ્યા વગર પરીક્ષા પૂર્ણ કરી શકે . સરકારી તંત્રે વહીવટી કામકાજ માટે પણ બેઠકો યોજી હતી . પોલીસ તંત્ર સાથે પણ સંકલન સોંધવામાં આવ્યું છે . બેઠક વ્યવસ્થા , નિરીક્ષણ અને સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ શિક્ષણતંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે . પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી છે . નોંધનીય છે કે કોરોના પછી પહેલીવાર બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં ડર ની સાથે સાથે પરીક્ષાને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :

Surat : ગરીબોનો કોળિયો છીનવવાની કોશિશ ? કોર્પોરેશનની દુકાનોમાં જ મળી આવ્યો સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો

Surat : સ્મીમેર શેલ્ટર હોમની પ્રવૃત્તિના સોશિયલ મીડિયા પર અપડેટ વીડિયોને કારણે 3 વર્ષથી ગુમ વૃદ્ધનું પરિવારજનો સાથે પુનઃ મિલન

g clip-path="url(#clip0_868_265)">