Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીમાં બબાલ, અજાણ્યા ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ

|

Aug 18, 2022 | 5:10 PM

સુરત(Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરી ગઈ તા.16 ઓગસ્ટના રોજ થઈ હતી. મતગણતરી ચાલી રહી હતી ત્યારે ભાજપ, આપ અને એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ભેગા થયા હતા

Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીમાં બબાલ, અજાણ્યા ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ
Surat Veer Narmad University Clash

Follow us on

સુરત(Surat)  શહેરમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં(Veer Narmad University)  યોજાઈલ સેનેટ ચૂંટણીની બબાલ હવે પોલીસના ચોપડે પહોંચી છે.સેનેટ સભ્યની(Senate Election)  ચૂંટણી પહેલી વખત લોહીયાણ બની છે સેનેટની ચૂંટણીની મતગણતરી હતી તે દિવસે યુનિવર્સિટીના પટાંગણમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે પોલીસે દરમિયાનગીરી મામલો શાંત પાડ્યો હતો, પરંતુ હવે રહી રહીને આપના એક કોર્પોરેટરે ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે.સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ હિમાલય સિંહ જાલા, ભાવિન ટોપીવાલા ( પ્રમુખ,સુરત શહેર ભાજપ યુવા મોરચા ), વિકાસ આહીર, હીતેશ ગીલાતર, પ્રિયાંક શાહ, ઈમરાન અને જીતાંશુ રાદડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને આપ ના નેતા ધર્મેશ ભંડેરીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા. 16મી ઓગસ્ટના રોજ સાંજના આશરે 4 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે સેનેટ ચૂંટણીની મતગણતરી ચાલુ હતી ત્યારે તેઓ ત્યાં પરિણામની રાહ જોતા ઉભા હતા.

ઉમરા પોલીસે ધર્મેશ ભંડેરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

આ સમયે એબીવીપી, ભાજપના કાર્યકર્તા અને અજાણ્યાઓનું ટોળું તેમની પાસે આવ્યું હતું. તેઓએ મને ગંદી ગાળો દઈ અને ઈશારા કરી ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મેં કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, તેથી વધારે ઉશ્કેરાઈ જઈ ભાજપના કાર્યકર્તાના ટોળાએ મારી પર હુમલો કરી દીધો હતો અને લે ઈમરાન લે માર માર.. કહી મને ગંદી ગાળો દઈ ઢીક મુક્કીનો માર માર્યો હતો. ગરદનના ભાગે મૂંઢ માર વાગવાના લીધે હું બેભાન થયો હતો. ત્યાર મને સારવાર માટે 108માં સ્મીમેર લઈ ગયા હતા. ઉમરા પોલીસે ધર્મેશ ભંડેરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.હાલમાં ઉમરા પોલીસે રાયોટિંગનું ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આમ આદમી પાર્ટીના સપોર્ટથી ચાલતા છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરી ગઈ તા.16 ઓગસ્ટના રોજ થઈ હતી. મતગણતરી ચાલી રહી હતી ત્યારે ભાજપ, આપ અને એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ભેગા થયા હતા. શરૂઆત ની અંદર મામલો ઘરમાં આવ્યો હતો કારણ કે શરૂઆતની ગણતરી શરૂ થાય તે પહેલા જ ત્રણે પક્ષોના ઉમેદવારો એકબીજા ઉપર આક્ષેપ કરી અને મતગણતરી ની અંદર ખલેલ પહોંચાડી હતી અને એક કલાક બાદ મત ગણતરી શરૂ થઈ હતી દરમિયાન ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપી અને આમ આદમી પાર્ટીના સપોર્ટથી ચાલતા છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોલીસની દરમિયાનગીરીના પગલે મામલો શાંત પડ્યો હતો.

આ મામલો એટલો બિચક્યો હતો કે પોલીસની હાજરીમાં બંને જૂથના કાર્યકરો એકબીજાને મારી રહ્યાં હતાં. આ બબાલમાં છાત્ર સંઘર્ષ સમિતિના ધર્મેશ સાંકડાસરિયાના માથાના ભાગે ઈજા થી હતી. લોહીલુહાણ હાલતમાં ધર્મેશ સાંકડા સરિયાને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપ અને એબીવીપીના કાર્યકરોની હિંસક બબાલને પગલે સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અહીં જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસની દરમિયાનગીરીના પગલે મામલો શાંત પડ્યો હતો.

મહત્વની વસ્તુ એ છે કે કદાચ સુરતમાં પહેલી વખત મોબાઈલ ની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આપેલી પોલીસ ફરિયાદના આધારે સુરત પોલીસે ભાજપના યુવા મોરચાના પ્રમુખ અને એવીબીપીના કેટલાક લોકો સામે ગુનો નોંધી અને તે પણ રાયટીંગ નો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે હવે જોવાનું રહ્યું કે ઉમરા પોલીસે તો ગુનો નોંધ્યો પણ જે નામ જો ગુનો નોંધવામાં આવ્યો છે તે લોકોને ધરપકડ ક્યારે કરશે તે એક મોટો સવાલ છે.

Published On - 5:06 pm, Thu, 18 August 22

Next Article