Surat : શહેરીજનો અને પોલીસ વચ્ચે વિશ્વાસભર્યા વાતાવરણ માટે પોલીસ કમિશનરનો નવો પ્રયોગ
પોલીસ (Police ) કમિશનરને રજૂઆત થયા બાદ શહેરીજનોના પ્રશ્નોનો ઉકેલ થાય અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે કાયદો-વ્યવસ્થા શહેરભરમાં જળવાઈ રહે તે હેતુથી તે દિશામાં પગલાં લેવાનું સૂચન પણ આપવામાં આવી રહ્યું છે.
સુરત પોલીસ કમિશનર (Police Commissioner ) અજય તોમર દ્વારા શહેરીજનો અને પોલીસ કર્મચારીઓ (Staff ) વચ્ચે વિશ્વાસભર્યુ વાતાવરણ રહે તેવા હેતુથી અલગ અલગ પ્રયોગ (Experiment ) કરવામાં આવી રહ્યા છે. શહેરીજનોને સુરક્ષા આપવા માટે અને તેમની સેવા માટે પોલીસ હંમેશા તત્પર છે તેવા મેસેજ આપવાનો પ્રયાસ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યાં આજે વહેલી સવારે પોલીસ કમિશનર, ડીસીપી એસીપી અને પીઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા.
સુરત પોલીસ નો પ્રજા સાથે તાલ મેલ રહે તેવા પ્રયાસો કરતી સુરત પોલીસ કર્મચારીઓનો પણ ઉત્સાહ વધારવાનો પ્રયાસ આજે વહેલી સવારે પચાસ કરતાં વધુ પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ કમિશનર અજય તોમર પીપલોદથી વેસુ વિસ્તાર સુધી મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. ઘણી વખત પોલીસ કમિશનરે મોર્નિંગ વોક કરતા હોય છે ત્યારે શહેરીજનો સાથે પણ વાતચીત કરતા હોય છે અથવા તો કેટલાક લોકો જ્યારે પોલીસ કમિશનર તરીકેની ઓળખ થાય છે ત્યારે તેમને તેમના પ્રશ્નોની રજૂઆત કરવા માટે પણ પહોંચી જતા હોય છે.
પોલીસ કમિશનરને રજૂઆત થયા બાદ શહેરીજનોના પ્રશ્નોનો ઉકેલ થાય અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે કાયદો-વ્યવસ્થા શહેરભરમાં જળવાઈ રહે તે હેતુથી તે દિશામાં પગલાં લેવાનું સૂચન પણ આપવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ પ્રકારનાં કાર્યક્રમો કરીને પોલીસ કર્મચારીઓનો પણ ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરત શહેરના તમામ જેસીપી અલગ-અલગ ઝોનના ડીસીપી અને શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનના પીઆઇ પણ આ મોર્નિંગ ની અંદર પોલીસ કમિશનર સાથે જોડાયા હતા. વહેલી સવારે જ્યારે પોલીસ કમિશનર પોતાની ફોર સાથે નીકળ્યા ત્યારે રોડ ઉપર મોર્નિંગ ઉપરની કરતા શહેરીજનો સાથે પણ ચર્ચા વિચારણા કરતા હતા તેમના સવાલો પૂછવામાં આવતા હતા અને તેમના સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે કે વહેલી સવારે અથવા તો જે વિસ્તારમાંથી લોકો આવતા હોય છે.
જેથી તેમના વિસ્તારની સમસ્યાઓ અને કઈ રીતે નિવારી શકાય તેની કઈ રીતે સમસ્યા છે તે બાબતે પણ તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ જ્યારે પોલીસ કમિશનર ની મીટીંગ થતી હશે તો જે તે વિસ્તારના અધિકારીઓને તે પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા પણ કરી અને અમલીકરણ કરવા માટે પણ સુચના આપવામાં આવતી હોય છે.