Surat : સુરતના ચકચારીત ગ્લોબલ માર્કેટ ઉઠમણાં કેસમાં પોલીસે દલાલની કરી ધરપકડ

|

May 17, 2022 | 1:05 PM

સુરતના વરાછા (Varachha ) વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટમાં કરોડોના ઉઠમણામાં સુરત (Surat ) આર્થિક ગુના નિવારણ શાખા ઉઠમણું કરનાર વેપારીઓની દુકાન અને ગોડાઉનમાંથી કુલ રૂ.4.33 કરોડનો માલ રીકવર કર્યો છે. કારણ કે જ્યારે ઉઠામણાની વાત સામે આવતા ની સાથે પોલીસે કોઈ પણ ઠીલ કર્યા વગર તમામ દુકાનો સીલ કરી પોલીસ ગોઠવી દીધી હતી બાદમાં સુરત […]

Surat : સુરતના ચકચારીત ગ્લોબલ માર્કેટ ઉઠમણાં કેસમાં પોલીસે દલાલની કરી ધરપકડ
Meeting of Traders (File Image )

Follow us on

સુરતના વરાછા (Varachha ) વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટમાં કરોડોના ઉઠમણામાં સુરત (Surat ) આર્થિક ગુના નિવારણ શાખા ઉઠમણું કરનાર વેપારીઓની દુકાન અને ગોડાઉનમાંથી કુલ રૂ.4.33 કરોડનો માલ રીકવર કર્યો છે. કારણ કે જ્યારે ઉઠામણાની વાત સામે આવતા ની સાથે પોલીસે કોઈ પણ ઠીલ કર્યા વગર તમામ દુકાનો સીલ કરી પોલીસ ગોઠવી દીધી હતી બાદમાં સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ રૂ.21.48 કરોડની છેતરપિંડી અંગે નોંધાયેલા બે ગુનામાં દલાલ જીતેન્દ્ર માંગુકીયાની આજરોજ ધરપકડ કરી છે..

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટમાં કરોડોના ઉઠમણામાં વરાછા પોલીસ મથકમાં ગત શનિવારે મોડીરાત્રે રૂ.21.48 કરોડની છેતરપિંડીની બે ફરિયાદ નોંધાઈ હતી. કરણ કે થોડા દિવસ પહેલા આ માર્કેટમાં ત્રણ નવજુવાન વેપારી માર્કેટમાં થોડો સમય માટે માર્કેટમાં વેપાર કરવા માટે આવ્યા ઈસમો ગાય થતા વેપારીઓ અને લેણદારો નો જીવ અધ્ધર થઈ ગયો હતો ત્યારે બાદ વેપારીઓનું સંગઠન દ્વારા ગૃહ મંત્રી ને રજુઆત કરી બાદમાં બંને ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી.

આર્થિક ગુના નિવારણ શાખાના એસીપી વી.કે.પરમાર અને પીઆઈ એ.વાય.બલોચ અને ટીમે ભોગ બનેલા વેપારીની ઉઠમણું કરનારાઓ સાથે સૌપ્રથમ મુલાકાત કરાવનાર અને અન્ય વીવર્સને દલાલીથી ગ્રે કાપડ અપાવનાર દલાલ જીતેન્દ્ર દામજીભાઈ માંગુકીયાની ગતરોજ અટકાયત કર્યા બાદ આજરોજ ધરપકડ કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ ઉઠમણું કરનાર વેપારીઓની ગ્લોબલ માર્કેટમાં આવેલી અલગ અલગ દુકાનો અને ગોડાઉનની જડતીની પ્રક્રિયા ગતરોજ હાથ ધરી હતી. તેના અંતે આર્થિક ગુના નિવારણ શાખાએ આજરોજ કુલ કુલ રૂ.4.33 કરોડનો માલ રીકવર કર્યો છે.સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ બાબતે ગંભીર થી લઈ ને તપાસ ECO સેલ ને સોંપવામાં આવી છે કારણ કે સુરત પોલીસ કમિશનર દ્વારા થોડા મહિનાઓ પહેલા માર્કેટમાં જે રીતે વેપારીઓની માંગ ઉઠી હતી કે પોલીસ ની મિલીભગત ને લઈ કેટલાક લેભાગુ વેપારીઓ ઉઠમાંણા કરતા હોય જેથી પોલીસ સ્ટેશન નો આખો સટાફ ફેરવ્યો હતો.

આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે અને વેપારીઓ દુબઇ ભાગી ગયા હોવાથી માહિતી પણ મળી રહી છે સાથે વેપારીઓ એક નોટિસ પણ જાહેરાત કરી છે કે અમે રૂપિયા લોકોને પરત કરવા માટે રેડી છે પણ કેટલાક વેપારીઓના ચેક બાઉન્સ થયા જે મોટી સકા ઉપજાવે છે હાલતમાં તો સુરત પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે જેમાં મોટા વેપારીઓ ના નામ બહાર આવે તો નવાઈ નહિ..

Next Article