Surat પોલીસે દિલ્હીથી લોકો સાથે છેતરપિંડી કરતાં બંટી બબલીની ધરપકડ કરી, કોલ સેન્ટર ઝડપ્યું

|

Apr 26, 2022 | 8:52 PM

સુરતની ( Surat) ડિંડોલી પોલીસ નું એક સર્વે સ્ટાફ ની ટીમ દિલ્હી ખાતે પહોંચ્યું હતું ત્યારે ડિંડોલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે દિલ્હીમાં કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું અને તેની અંદર આ લોકો આ રીતે અલગ અલગ રાજ્યોના લોકોને ફોન કરી અને કોઈને કોઈ બહાને છેતરપિંડી કરવાના કિસ્સાઓ અને અંજામ આપતા હતા

Surat પોલીસે દિલ્હીથી લોકો સાથે છેતરપિંડી કરતાં બંટી બબલીની ધરપકડ કરી, કોલ સેન્ટર ઝડપ્યું
Surat police arrest Bunty Babli

Follow us on

ગુજરાતની(Gujarat) અંદર ઓનલાઈન ચીટિંગ ના કેસ સતત વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત પોલીસ પણ અત્યાધુનિક બની અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે , જેમાં સુરતની(Surat) ડીંડોલી પોલીસે માહિતીના આધારે દિલ્હીથી બંટી-બબલીની ધરપકડ કરી છે. જેમાં બંટી-બબલી લોકોને ફોન દ્વારા વીમા પોલીસી પાકી ગઈ હોવાની માહિતી આપી અને લોકો પાસે રૂપિયા પડાવતા હતા જે બાબતે સુરતમાં  છેતરપિંડી( Fraud)  ફરિયાદ નોંધાતા તેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.ગુજરાતી અંદર સાયબર ક્રાઇમ(Crime) સતત વધી રહ્યું છે જેમાં સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન એક ફરિયાદ નોંધાઈ હતી જેની અંદર એક્સાઇડ કંપનીનો વીમો બાકી રકમ 16 લાખ 50 હજાર પરત કરવા અંગે લલચામણી વાતો કરી ફોન કરી અને મેસેજ કરી અને ફરિયાદી પાસેથી અલગ-અલગ ટુકડે-ટુકડે કુલ એક લાખ પાંચ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

દિલ્હીના કોઈ બંટી-બબલી આખી છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે

તેની બાદમાં ફરિયાદીને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે તેના આધારે જે કોલ આવ્યા તેની ઉપર વારંવાર કોલ કરવા છતાં પછી કોઈ રીપ્લાય ન આવતા ફરિયાદીને ધ્યાને આવ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જેના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી.આમ ફરિયાદી દ્વારા તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા ની સાથે જ ડીંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ આર સાલુંકે દ્વારા જે નંબર ઉપરથી ફોન અને મેસેજ આવ્યા હતા તે તે મેસેજ ના આધારે તાત્કાલિક નંબર ટ્રેસ કર્યા હતા અને જેની અંદર માહિતી બહાર આવી હતી કે દિલ્હીના કોઈ બંટી-બબલી આખી છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે.

લેપટોપ અલગ-અલગ સીમકાર્ડ મોબાઈલ ફોન પણ મળી આવ્યા

તેના આધારે ડિંડોલી પોલીસ નું એક સર્વે સ્ટાફ ની ટીમ દિલ્હી ખાતે પહોંચ્યું હતું ત્યારે ડિંડોલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે દિલ્હીમાં કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું અને તેની અંદર આ લોકો આ રીતે અલગ અલગ રાજ્યોના લોકોને ફોન કરી અને કોઈને કોઈ બહાને છેતરપિંડી કરવાના કિસ્સાઓ અને અંજામ આપતા હતા.જેથી પોલીસે દિલ્હીથી આ બંટી બબલી ની ધરપકડ કરી અને સુરત ખાતે લાવવામાં આવ્યા હતા. દિલ્હીના બંટી-બબલી પાસે અલગ-અલગ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ પાસબુક લેપટોપ અલગ-અલગ સીમકાર્ડ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા તે પણ કબજે કર્યા છે. આ આરોપી ના નામ ૧) મો.અશર્દ રઝા જમીનદાર મો.ખાન, ૨) મધુ મહેશ કિશનલાલ શર્મા..

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

મો.અર્શદ રઝા S / 0 જમીદાર મોખાન નાઓ દિલ્હીના ઇન્દરાપુરમ ખાતે MAR સર્વિસીસ ના નામથી કોલ સેન્ટર ચલાવી જુદા જુદા વિમા ધારકોના મોબાઇલ નંબર નામ સરનામા ની વિગત JUST DIAL ના માધ્યમથી મેળવી પોતે અમીતકુમાર શર્મા નામથી તેમજ બીજા અલગ અલગ નામો થી ફોન કરી ગ્રાહકોને તેમના વિમાના ફસાયેલા નાણા કઢાવી આપવા માટેની લોભામણી લાલચો આપી ઓનલાઇન પોર્ટલ જેવા કે , BHIM UPI_PHONE PAY , નું સુપરવિઝન કરતી સંસ્થા NPCI ( નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા ) ના નામથી ફેક લેટર મોકલી ગ્રાહકોના રૂપીયા પોતાના મળતીયા ઓના એકાઉન્ટમાં જમા કરાવતાં હતા જે પૈસા જમા થતાની સાથે જ તુરંત જ પોતાના પાસે કામે રાખેલ વ્યકિતઓ મારફતે રૂપિયા ઉપાડી લેતો હતો.

સુરત અને તેમાં પણ ગુજરાતમાં આવી ફરિયાદો દરરોજની અનેક અથવા તો અનેક લોકો ભોગ બનતા હોય છે પણ ૭૦ લોકો માત્ર સામાન્ય રકમની ઉચાપત કરવાના કારણે લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે જેથી આવા ચિત્રો અને મોકળું મેદાન મળી જતું હોય છે હાલમાં તો ડીંડોલી પોલીસે દિલ્હીના બંટી બબલી ની ધરપકડ કરી તેમની પાસેથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બંટી-બબલી દ્વારા સુરતની અંદર બે ગુના મહેસાણા ની અંદર એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર બે ગુનાને અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવી છે પણ તપાસ ની અંદર હજુ પણ બીજા ગુનો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : રમઝાન માસમાં મુસ્લિમ યુવકના અંગદાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

આ પણ વાંચો : સ્માર્ટ સિટી અમદાવાદમાં જ પાણી માટે વલખા મારે છે લોકો, ટેન્કર મગાવી પાણીની જરુરિયાત કરે છે પૂરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 8:47 pm, Tue, 26 April 22

Next Article