Surat : સત્તાનો દુરુપયોગ કરવાનું પોલીસને પડ્યું ભારે, સાત આરોપીઓ 4 વર્ષ બાદ નિર્દોષ છૂટ્યા

|

Aug 05, 2022 | 5:46 PM

આ કેસમાં પોલીસ (Police )જાતે ફરિયાદી બની શકે નહીં, આવા કેસમાં સેબીના અધિકારી જ ફરિયાદી બની શકે, આ ઉપરાંત પોલીસે યોગ્ય પુરાવા પણ ભેગા કર્યા ન હતા અને આરોપીઓની સામે ખોટી ચાર્જશીટ કરી હોવાની દલીલો કરાઇ હતી

Surat : સત્તાનો દુરુપયોગ કરવાનું પોલીસને પડ્યું ભારે, સાત આરોપીઓ 4 વર્ષ બાદ નિર્દોષ છૂટ્યા
Surat District Court (File Image )

Follow us on

કાયદો (Law ) અને વ્યવસ્થા (Order ) જાળવતી ખુદ સુરત પોલીસ (Police ) કાયદાના પ્રાવધાનોથી અજાણ બની છે, ડબ્બા ટ્રેડીંગના ગુનામાં પોલીસને પોતે ફરિયાદી બનવાની સત્તા ન હોવા છતાં પણ પોતે ફરિયાદી બનીને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની આ ભૂલને કારણે ચાર આરોપીઓને ડબ્બા ટ્રેડીંગના ગુનામાંથી ડિસ્ચાર્જ કરતો હુકમ સુરતની કોર્ટે કર્યો છે.પોલીસની ભૂલનો સીધો જ લાભ આરોપીઓને મળ્યો છે અને સાત વર્ષ બાદ ચાર આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા.

શું હતો આખો મામલો ?

આ કેસની વિગત ની વાત કરવામાં આવે તો અમરોલી પોલીસે સને-2015માં મોટા વરાછાના મહાદેવ ચોક નજીક મીડલ પોઇન્ટ કોમ્પલેક્ષમાં રેડ પાડી હતી અને ત્યાંથી ડબ્બા ટ્રેડીંગનું કામ કરતા લિંબાયતના ગોડાદરા પાસે ખોડિયાર નગરમાં રહેતા અમીત દિનેશભાઇ દરજી, મોટા વરાછા સનસૃષ્ટિ રો હાઉસમાં રહેતો હરેશ કનુભાઇ કોઠિયા, અડાજણ આનંદમહેલ રોડ ઉપર આનંદમહેલ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ પ્રભાકરભાઇ પાઠક તેમજ મોટા વરાછા રાજહંસ ટાવરમાં રહેતા જગદીશભાઇ નાનજીભઆઇ સોજીત્રાને પકડી પાડ્યા હતા. તેઓની સામે સિક્યોરીટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ-1956ની કલમ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ચારેયની પાસેથી રૂા. 1.74 લાખની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આરોપીઓ સામે ખોટી ચાર્જશીટ કરીને કરાઈ હતી દલીલો :

આ ગુનો દાખલ થયાના થોડા જ મહિનામાં ચારેયએ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે મંજૂર કરવામાં આવી હતી. બીજી તરફ હાલમાં આ કેસ ટ્રાયલ ઉપર આવ્યો હતો. ચારેયની સામે કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ચારેયએ  તેમના એડવોકેટ મારફતે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે, ડબ્બા ટ્રેડીંગના કેસમાં પોલીસ જાતે ફરિયાદી બની શકે નહીં, આવા કેસમાં સેબીના અધિકારી જ ફરિયાદી બની શકે, આ ઉપરાંત પોલીસે યોગ્ય પુરાવા પણ ભેગા કર્યા ન હતા અને આરોપીઓની સામે ખોટી ચાર્જશીટ કરી હોવાની દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચારેયને ડબ્બા ટ્રેડીંગના કેસમાંથી ડિસ્ચાર્જ કરતો હુકમ કર્યો હતો.

Next Article