Surat : શહેરના માર્ગો પર 150 ઇલેક્ટ્રિક બસો દોડતી કરવાનું આયોજન નિષ્ફ્ળ, હાલ ફક્ત 49 બસો જ દોડી રહી છે

|

Feb 11, 2022 | 8:49 AM

સુરત મહાનગરપાલિકા દ્વારા 50 ઇલેક્ટ્રિક બસોના ઓપરેશન મેન્ટેનન્સ , સપ્લાય સાથેનો કોન્ટ્રાકટ હતો. આ સાથે મનપાએ પોતે પણ વધુને વધુ ઈ - બસો દોડાવવાનું આયોજન કર્યું હતું . પરંતુ તેની સામે હાલ માં સુરતમાં ફક્ત 49 ઈ - બસ જ દોડી રહી છે. જેની પાછળ સપ્લાયમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કારણ રજુ કરાયું છે

Surat : શહેરના માર્ગો પર 150 ઇલેક્ટ્રિક બસો દોડતી કરવાનું આયોજન નિષ્ફ્ળ, હાલ ફક્ત 49 બસો જ દોડી રહી છે
Plan to run 150 electric buses on city routes failed, (File Image)

Follow us on

કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રદુષણ(Pollution ) ડામવા ઈ – વાહન ( ઇલેક્ટ્રિક વાહન ) અંગેની નવી નીતિ જાહેર કર્યા બાદ , સુરત મનપાએ(SMC)  પણ શહેરીજનોને ઈ – વાહન (Electric Vehicle ) માટે પ્રોત્સાહન આપવા યોજના બનાવી છે . હાલ શહેરમાં 49 ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે . નિર્ધારિત આયોજન મુજબ , સપ્ટેમ્બર -2021 સુધી 150 ઇલેક્ટ્રિક બસો શહેરના વિવિધ રૂટો પર દોડતી કરવાની હતી , જે શક્ય બન્યું નથી .

સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શહેરીજનોને ઈ વાહન માટે પ્રોત્સાહન આપવા માટે ફ્રી પાર્કિંગ , વાહન વેરા માફી સહીતની નીતિ જાહેર કરવામાં આવી હતી . જોકે એમાં મનપા નિર્ધારિત સિદ્ધિ મેળવી શકી નથી . શહેરમાં તબક્કાવાર ઇલેક્ટ્રિક બસો દોડાવવાના મનપાના આયોજનો સામે બસ સપ્લાયમાં અનેક વિઘ્નો આવી રહ્યા છે.

ઈ – બસ સપ્લાય ઓછો રહેતા સપ્ટેમ્બર -2021 સુધીમાં 150 બસ દોડાવવાના લક્ષ્યાંક સામે પ્રશ્નાર્થ ચિન્હઃ
સુરત મહાનગરપાલિકા દ્વારા 50 ઇલેક્ટ્રિક બસોના ઓપરેશન મેન્ટેનન્સ , સપ્લાય સાથેનો કોન્ટ્રાકટ હતો. આ સાથે મનપાએ પોતે પણ વધુને વધુ ઈ – બસો દોડાવવાનું આયોજન કર્યું હતું . પરંતુ તેની સામે હાલ માં સુરતમાં ફક્ત 49 ઈ – બસ જ દોડી રહી છે. જેની પાછળ સપ્લાયમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કારણ રજુ કરાયું છે . આ સાથે આગામી મે -2022 સુધી બાકી રહેલી 101 બસો સપ્લાય કરીને , ઓપરેટ કરવાની બાહેંધરી પણ એજન્સી દ્વારા આપવામાં આવી છે . મનપા દ્વારા ફોટોન લિમિટેડ નામની અન્ય એજન્સીને પણ વધુ વધુ 150 કોન્ટ્રા ઇ – વે ટ્રાન્સ નામની એજન્સીને સોંપાયો હતો .

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

એજન્સીએ સપ્ટેમ્બર 2021 સુધી તબક્કાવાર 150 ઇ – બસો સુરત મનપાને સપ્લાય કરી કાર્યરત કરવાની હતી . પરંતુ અત્યાર સુધી એજન્સી ફક્ત 49 બસો જ સપ્લાય કરી શકી છે અને તમામ બસો હાલ કાર્યરત સ્થિતિમાં છે . એજન્સી દ્વારા કોરોનાને કારણે ઉત્પાદન બંધ રહ્યું હોવાથી બસ ઈ – બસો સપ્લાય કરવામાં વિલંબ થયો હોવાનું કારણ રજૂ કર્યું છે.  આ કોન્ટ્રાકટ મુજબ ડીસેમ્બર -2022 સુધીમાં એજન્સીએ ઇલેક્ટ્રિક બસો સપ્લાય કરવાની રહે છે . હાલ મનપાના આયોજન મુજબ , ઇલેક્ટ્રિક બસો પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય માર્ગો પર દોડાવવાનું શક્ય બની રહ્યું નથી . જેનું મુખ્ય કારણ ઈજારદાર દ્વારા બસ સપ્લાયમાં થઇ રહેલો વિલંબ છે .

આ પણ વાંચો :

Surat: RTO કચેરીમાં એજન્ટોની દાદાગીરી, એક એજન્ટે ARTOની ચેમ્બરમાં જઈ અધિકારીનો કોલર પકડી લીધો

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 19 ફેબ્રુઆરીએ સુરત આવશે,બાજીપૂરામાં સહકાર સંમેલનમાં હાજરી આપશે

Next Article