Surat : ઓવરફ્લો થયેલી સેના ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા, વહીવટી તંત્ર થયુ દોડતુ

|

Jul 06, 2022 | 4:01 PM

બીજી તરફ સુરતના (Surat) ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી વહેલી સવારે ઓવરફ્લો થઈ જતાં નીચાણવાળા વિસ્તારો અને મકાનોમાં ત્રણથી ચાર ફુટ સુધી પાણી ભરાઈ ગયા હતા.

Surat : ઓવરફ્લો થયેલી સેના ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા, વહીવટી તંત્ર થયુ દોડતુ
સુરતમાં આર્મી ખાડી ઉભરાતા તેના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા

Follow us on

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા અપાયેલી ભારે વરસાદની (Rain) આગાહી વચ્ચે સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં બે દિવસ અવિરત મેઘવર્ષા થઇ છે. તો આજે વહેલી સવારે ઓલપાડમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયેલુ જોવા મળ્યુ. ગણતરીના કલાકોમાં પાંચ ઈંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ સાથે જ ઓલપાડ માટે દર વર્ષે ચોમાસાની ઋતુમાં માથાનો દુઃખાવો સાબિત થતી સેનાની ખાડી આ વર્ષે પણ ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર પણ દોડતું નજરે પડ્યું. ખાડીનું પાણી ઓવરફ્લો થઈને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા. જેના પગલે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, સુરત શહેરમાં આજે મોટા ભાગના વિસ્તારોમાં હળવા વરસાદ (Rain) ઝાપટાને બાદ કરતાં મેઘરાજાએ વિરામ પાળ્યો હતો.

સુરત શહેર ફ્લડ વિભાગ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સુરત શહેરમાં અલગ-અલગ ઝોનમાં વહેલી સવારથી બપોર સુધી સામાન્ય વરસાદ નોંધાયો છે. સેન્ટ્રલ ઝોનમાં 3 મીમી, રાંદેરમાં આઠ મીમી, કતારગામમાં પાંચ મીમી, વરાછા-એ અને બી ઝોનમાં ચાર-ચાર મીમી, અઠવામાં એક મીમી અને ઉધનામાં ત્રણ મીમી વરસાદ નોંધાયો છે.

ઓલપાડમાં સૌથી વધુ વરસાદ

સુરત જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી વરસાદે ધડબડાટી બોલાવતાં મોટા ભાગના તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. જો કે, ઓલપાડ તાલુકામાં સવારથી અવિરત શરૂ થયેલા વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયુ હતું. ઓલપાડ તાલુકામાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ વરસાદને પગલે જનજીવન અસ્ત-વ્યસ્ત નજરે પડ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બીજી તરફ ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી વહેલી સવારે ઓવરફ્લો થઈ જતાં નીચાણવાળા વિસ્તારો અને મકાનોમાં ત્રણથી ચાર ફુટ સુધી પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટેની કવાયત હાથ ધરી હતી. ઓલપાડ ટાઉનના હથીસા રોડ પર આવેલા સરદાર આવાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાને કારણે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સુરત જિલ્લામાં ચોર્યાચીમાં 16 મીમી, કામરેજમાં આઠ મીમી, મહુવામાં આઠ મીમી, માંગરોળમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. આજે બપોરે ઉકાઈ ડેમની સપાટી 315.54 ફુટે પહોંચી છે જ્યારે કોઝવેની સપાટી 5.60 મીટર પર પહોંચી છે.

(વીથ ઇનપુટ- પારુલ મહાડિક અને સુરેશ પટેલ, ઓલપાડ, સુરત)

Published On - 4:01 pm, Wed, 6 July 22

Next Article