Surat : આજથી ચાર દિવસ માટે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, પડી શકે છે મધ્યમથી ભારે વરસાદ

|

Sep 12, 2022 | 8:58 AM

આવનારા ચાર દિવસ માટે શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ પવનની ગતિમાં પણ સામાન્ય વધારો થશે તેવી સંભાવના છે. 

Surat : આજથી ચાર દિવસ માટે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, પડી શકે છે મધ્યમથી ભારે વરસાદ
Heavy rain in rajkot

Follow us on

સુરત (Surat )શહેરમાં ગણેશ(Ganesh Chaturthi ) વિસર્જનના દિવસથી જ મેઘરાજાની છેલ્લી ઇનિંગના ભાગરૂપે સમયાંતરે વરસાદી (Rain )ઝાપટા વરસી રહ્યા છે. શહેરમાં દિવસભર વાદળ છાયું વાતાવરણ રહે છે. જેના કારણે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં હવે વરસાદના જતા દિવસોમાં આગામી ચાર દિવસ માટે સુરત શહેરમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરત શહેર અને જિલ્લામાં આગામી તારીખ 16 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારથી પણ સુરત શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા છે, જેના કારણે શહેરીજનોને ગરમી અને બફારાથી રાહત મળી છે. અત્યારસુધી સુરતમાં મોસમનો કુલ વરસાદ 1423 મીલીમીટર થયો છે. જયારે 100 ટકા પૂર્ણ થવામાં હજી ફક્ત 27 મિલીમીટરની ઘટ જોવા મળી રહી છે.

હાલ આ વાતાવરણને કારણે સુરતમાં મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી, અને લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું છે. શહેરના મહત્તમ તાપમાનમાં પહેલાની સરખામણીએ 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આવનારા ચાર દિવસ માટે શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ પવનની ગતિમાં પણ સામાન્ય વધારો થશે તેવી સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જ્યાં સુધી વાત છે ઉકાઈ ડેમની તો ઉકાઈ ડેમની સપાટી 339.51 ફૂટ નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 27, 696 ક્યુસેક , જયારે આઉટફ્લો 11 હજાર ક્યૂસેકની આસપાસ નોંધાયો છે. હાલની સપાટી ભયજનક 345 ફૂટ કરતા ફક્ત 5.50 ફૂટ જેટલી જ દૂર છે. જોકે હાલ ઉકાઇના ઉપરવાસમાં સામાન્ય જેવો જ વરસાદ છે. જેથી ડેમમાં પાણીની મોટી આવક થાય સંભાવના ઓછી છે.

સુરતમાં પણ છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. તે જ પ્રમાણે જિલ્લામાં વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. આ જ પ્રમાણે આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Next Article