Surat : શહેરના મેયરનો નવતર પ્રયોગ , અન્ય મુસાફરો સાથે બસની મુસાફરી કરીને લીધા સેવાના અભિપ્રાય

|

Jun 16, 2022 | 9:24 AM

તમને જણાવી દઈએ કે હાલ સમગ્ર ભારતમાં(India ) સુરત જ એકમાત્ર એવું શહેર છે જ્યાં એક જ ટિકિટથી સિટીબસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકાય છે

Surat : શહેરના મેયરનો નવતર પ્રયોગ , અન્ય મુસાફરો સાથે બસની મુસાફરી કરીને લીધા સેવાના અભિપ્રાય
BRTS bus in Surat (File Image )

Follow us on

મેયર (Mayor ) હેમાલી બોઘાવાલાએ બુધવારે પાલ આર.ટી.ઓ. બીઆરટીએસ(BRTS)  બસ સ્ટેશન પરથી ધનમોરા કોમ્પલેક્ષ બસ સ્ટેશન સુધી બસમાં મુસાફરી     (Travel ) કરી બસની તમામ સુવિધા તથા વ્યવસ્થા અંગેની ચકાસણી કરી હતી. મેયરે પાલ બીઆરટીએસ આરટીઓ પરથી જાતે ટિકિટ ખરીદી શહેરીજનો સાથે બસમાં બેઠા હતા અને લોકોને પાસેથી બસમાં મુસાફરી અંગેના અભિપ્રાય પણ લીધા હતા. તેમજ મેયરે શહેરીજનોને સુરતની માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટેની અપીલ પણ કરી હતી.

બસમાં મુસાફરી કરનાર એક વિદ્યાર્થીએ મેયરને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત આ બીઆરટીએસ બસની બસપાસ અંગેની સુવિધા ખુબજ ઉત્તમ છે, તેના મારફત તેના મારફત તેઓને દૈનિક શાળાએ જવામાં ખુબ જ વ્યાજબી કિંમતે અદ્યતન પરિવહનની સુવિધા મળે છે. પાલથી-ડભોલી જતી બસમાં એક દૈનિક ઘરકામ કરવા જતી મહિલા મુસાફરે જણાવ્યું હતું કે તેઓએ દરરોજ તેમની આર્થિક પરિસ્થિતીને કારણે ઘણી બધી જગ્યાએ ઘરકામ કરવા અવર-જવર કરવાની રહેતી હોય છે. જેથી જો તેઓ રીક્ષા કે અન્ય પરિવહનની સુવિધાનો ઉપયોગ કરે તો ઘણો ખર્ચ થઈ જાય છે જે તેમને પોસાય તેમ નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના ભાગરૂપે શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે. જેનો રોજના લાખો લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નવા વિસ્તારોમાં પણ આ સુવિધાને આપવામાં આવી રહી છે. ત્યારે મહત્તમ લોકો તેનો ફાયદો લે તેના માટે કોર્પોરેશન અને સીટી લિંક દ્વારા મની કાર્ડ અને એપનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે.

રોજના 2.30 લાખ લોકો બસ સેવાનો લાભ લઇ રહ્યા છે

તમને જણાવી દઈએ કે હાલ સમગ્ર ભારતમાં સુરત જ એકમાત્ર એવું શહેર છે જ્યાં એક જ ટિકિટથી સિટીબસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં બીઆરટીએસના 13 રૂટ અને સિટીબસના કુલ 45 રૂટ પર રોજના 2,30,000 જેટલા નાગરિકો માસ ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ લઇ રહ્યા છે. આ મુસાફરોની સંખ્યામાં વધારો થાય તે હેતુથી સુરત કોર્પોરેશન દ્વારા બસ સેવા માટે અનેક સ્કીમ પણ બહાર કાઢવામાં આવી રહી છે.

Next Article