Surat : શહેરમાં ફક્ત 32 હજાર લોકોએ લીધો છે બુસ્ટર ડોઝ, હજી 9.24 લાખ લોકો બાકી, કોર્પોરેશન 150 રસીકરણ કેન્દ્ર શરૂ કરશે

|

Jul 14, 2022 | 9:14 AM

કોર્પોરેશન (SMC) પાસે 75 દિવસમાં 9.24 લાખ લોકો સુધી પહોંચવાનો એક મોટો ટાર્ગેટ છે. જોવાનું એ રહેશે કે આ દિવસોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કેવી રીતે આગળ વધવામાં આવે છે. 

Surat : શહેરમાં ફક્ત 32 હજાર લોકોએ લીધો છે બુસ્ટર ડોઝ, હજી 9.24 લાખ લોકો બાકી, કોર્પોરેશન 150 રસીકરણ કેન્દ્ર શરૂ કરશે
Booster Doze Campaign (File Image )

Follow us on

આઝાદીના 75 વર્ષની ઉજવણી અન્વયે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં (India ) થઇ રહી છે. દેશમાં કોવિડના (Corona ) વધી રહેલ કેસોને પગલે આજે કેન્દ્ર સરકારે (Government ) 15 જુલાઇથી 75 દિવસ માટે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે વેક્સિનનો બુસ્ટર ડોઝ મફત આપવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતને પગલે સુરત મનપા દ્વારા 15 જુલાઇથી શહેરમાં 150 સેન્ટરો વેક્સિન માટે કાર્યરત કરાશે અને 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં તમામ લોકોને બુસ્ટર ડોઝ મફત આપવામાં આવશે. નોંધનીય છે કે, બે ડોઝ લેનારા 18 વર્ષથી 59 વર્ષ સુધીના નાગરિકોને બુસ્ટર ડોઝ માટે હાલ 364 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે જ્યારે 60 વર્ષથી વધુ ઉંમ૨ ધરાવતાં નાગરિકો માટે બુસ્ટર ડોઝ મફત આપવામાં આવે છે.

ફક્ત 32 હજાર લોકોએ લીધો છે બુસ્ટર ડોઝ :

પેઇડ બુસ્ટર ડોઝ લેનારાઓની સંખ્યા શહેરમાં માત્ર 32,744 રજિસ્ટર્ડ છે જ્યારે મનપાના સર્વે મુજબ, 18 વર્ષથી 59 વર્ષની વય ધરાવતાં શહેરમાં કુલ 9,24,533 લોકોએ હજી બુસ્ટર ડોઝ લીધો નથી. વેક્સિનના બે ડોઝ લીધા બાદ બુસ્ટર ડોઝ પેઇડ હોવાથી અથવા અન્ય કોઇ કારણસર 9.24 લાખ લોકોએ હજુ બુસ્ટર ડોઝ લીધો નથી.

સરકાર દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવ નિમિત્તે કરવામાં આવેલ જાહેરાતને પગલે આગામી 15 જુલાઇથી મનપા દ્વારા તમામ હેલ્થ સેન્ટર, ઝોન ઓફિસ તથા અલગ અલગ અન્ય કેન્દ્રો સહિત કુલ 150 જેટલાં સેન્ટરો પરથી વેક્સિનના પ્રીકોશન એટલે કે બુસ્ટર ડોઝ મફતમાં આપવાનું શરુ કરવામાં આવશે. માત્ર 75 દિવસ જ બુસ્ટર ડોઝ મફતમાં આપવામાં આવશે. ત્યારબાદ સરકારની સૂચના મુજબ, આગળ વધવાનો નિર્ણય હાલ કરવામાં આવ્યો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

હજી 9.24 લાખ લોકોને બુસ્ટર ડોઝ આપવાનો ટાર્ગેટ

નોંધનીય છે કે સુરત કોર્પોરેશન એ વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં રાજ્યની અન્ય મહાનગરપાલિકાની સરખામણીમાં સૌથી અગ્રેસર રહી હતી. પરંતુ બુસ્ટર ડોઝ માટે વારંવાર અભિયાન ચલાવવા છતાં પણ કોર્પોરેશનને કોઈ સફળતા મળી નહોતી, તેવામાં હવે પાલિકાએ 15 જુલાઈથી 150 રસીકરણ કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં બુસ્ટર ડોઝ લેનારાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. કોર્પોરેશન પાસે 75 દિવસમાં 9.24 લાખ લોકો સુધી પહોંચવાનો એક મોટો ટાર્ગેટ છે. જોવાનું એ રહેશે કે આ દિવસોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કેવી રીતે આગળ વધવામાં આવે છે.

 

Next Article