Surat: લાલ દરવાજા વિસ્તારમાં ગ્લેન્ડર રોગના પગલે વધુ એક ઘોડાને અપાયું દયામૃત્યુ

|

Mar 22, 2023 | 9:46 PM

ગ્લેન્ડર રોગ અશ્વકુળના ગદર્ભ, અશ્વ અને ખચ્ચર વગેરે પશુઓમાં ફેલાય છે. આ રોગમાં બેક્ટેરિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પશુને ખૂબ વધુ તાવ આવી જાય છે .તેમજ ચામડી ઉપર ચાંદા જેવાં લક્ષણો દેખાય છે. જે અશ્વમાં ખાંસીનો પ્રકાર હોય તેમાં પણ આ લક્ષણ દેખાય શકે છે.

Surat: લાલ દરવાજા વિસ્તારમાં ગ્લેન્ડર રોગના પગલે વધુ એક ઘોડાને અપાયું દયામૃત્યુ

Follow us on

સુરતના વિસ્તારમાં ઘોડામાં ગ્લેન્ડરના રોગના લક્ષણો જોવા મળતા ઘોડાને જિલ્લા કલેક્ટરના આદેશ બાદ દયા મૃત્યુ આપવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા સુરતમાં ઘોડામાં ગ્લેન્ડર નામના રોગે દેખા દીધી હતી જેના પગલે દરેક ઘોડાના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાં વધુ એક ઘોડાનો  રિપોર્ટ નેગેટિવ આવતા  ઘોડાને  દયા મૃત્યુ આપવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં  ફેબ્રુઆરી માસમાં એક જ માલિકના  6 ઘોડાના રોગમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળ્યો હતો. ત્યાર બાદ જિલ્લા કલેક્ટરના આદેશ દ્વારા વધુ એક ઘોડાને દફનાવવામાં આવ્યો હતો.  અગાઉ 6 ઘોડાને દફનાવવામાં આવ્યા હતા.  બીજા 148 ઘોડાઓના સેમ્પલ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી હતી.

આ રોગની ગંભીરતાને ધ્યાને લઇ સુરત કલેક્ટરે અગાઉ તમામ છ ઘોડાઓને દયામૃત્યુ આપવા હુકમ કરતા ઘાડાઓને પાલિકાની ડમ્પીંગ સાઇટ પર દફનાવી દેવાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

આ પણ વાંચો: Surat: ગ્લેન્ડર રોગના પગલે 6 અશ્વોને દયામૃત્યુ આપવાનો નિર્ણય ! માણસમાં પણ આ રોગ ફેલાતો હોવાથી તંત્ર સતર્ક

સુરત શહેરના લાલદરવાજા વિસ્તારમાં ફેબ્રુઆરી માસમાં ઘોડાઓમાં ગ્લેન્ડર રોગની હાથ ધરાયેલી તપાસમાં એક જ માલિકના છ ઘોડાઓમાં ગ્લેન્ડર રોગનો રિપોર્ટ પોઝીટીવ આવતા પશુપાલન વિભાગ દોડતું થઇ ગયું હતું. આ રોગની ગંભીરતાને ધ્યાને લઇ સુરત કલેકટરે તે વખતે તમામ છ ઘોડાઓને દયામૃત્યુ આપવા હુકમ કરતા ઘાડાઓને પાલિકાની ડમ્પીંગ સાઇટ પર દફનાવી દેવાયા હતા. તેમાં હવે આજે 1  ઘોડાને દયામૃત્યુ આપવામાં આવ્યો હતો.

એવી શક્યતા છે કે, અશ્વમાંથી આ રોગ માનવામાં પણ આવી શકે છે. ખાસ કરીને ગ્લેન્ડર રોગમાં પોઝિટિવ આવ્યા હોય અને અશ્વની ખૂબ જ નજીક રહેતા હોય એવા વ્યક્તિમાં આ રોગ પ્રવેશી શકે છે.

નાયબ પશુપાલન નિયામક મયૂર ભીમાણીએ કહ્યું હતું કે ગ્લેન્ડર રોગ અશ્વકુળના ગદર્ભ, અશ્વ અને ખચ્ચર વગેરે પશુઓમાં ફેલાય છે. આ રોગમાં બેક્ટેરિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પશુને ખૂબ વધુ તાવ આવી જાય છે .તેમજ ચામડી ઉપર ચાંદા જેવાં લક્ષણો દેખાય છે. જે અશ્વમાં ખાંસીનો પ્રકાર હોય તેમાં પણ આ લક્ષણ દેખાય શકે છે. વધુમાં તેમણે કહ્યું કે આ રોગમાં અન્ય અશ્વો પણ વધુ પોઝિટિવ થઈ શકે છે. તેમજ માનવોમાં પણ આ રોગનાં લક્ષણ દેખાઇ શકે છે. જેથી ખૂબ જ ગંભીર બાબત છે.

Next Article