AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હવે એરપોર્ટ પર બેરોકટોક ઘુસી નહીં શકાશે, CISF સિક્યોરિટી ખડકી દેવામાં આવી

સીઆઇએસની સુરક્ષા આજથી શરૂ થશે તેની સાથે કેટલાક શરતોનું પાલન એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે . જેમાં સીઆઇએસએફ જવાનો માટે 100 % ફેમિલી સાથે રહેવાની વ્યવસ્થા , સીઆઇએસએફ અને સુરત એરપોર્ટ સાથેના ધારણા પત્રમાં હસ્તાક્ષર જેવા શરતોનું પાલન કરવામાં આવેલ છે .

Surat : હવે એરપોર્ટ પર બેરોકટોક ઘુસી નહીં શકાશે, CISF સિક્યોરિટી ખડકી દેવામાં આવી
finally CISF security was allotted to Surat Airport (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 10:27 AM
Share

સુરત એરપોર્ટ (Surat International Airport )ખાતે ઘણા લાંબા સમયથી સીઆઈએસએફની(CISF)  માંગ કર્યા બાદ મળેલી મંજૂરી પછી પણ ચાર્જ આપવામાં આવ્યો ન હતો , પરંતુ આખરે આજથી સીઆઇએસએફ એરપોર્ટ સુરક્ષાનો ચાર્જ સંભાળી લેશે. સુરતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ ની સાથે સાથે કસ્ટમ એન્ડ નોટિફાઇટ એરપોર્ટ જાહેર થતાની સાથે જ સીઆઇએસએફ સિક્યોરિટીની(Security ) માંગ કરવામાં આવી રહી હતી.

કેન્દ્ર સરકારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફને સોંપવાનો નિર્ણય લેવા સાથે બીસીએએસને સીઆઇએસએફને કયા પ્રકારની સુવિધા આપી શકાય તે બાબતો સરવે કરવા સૂચન કર્યું હતું . જે સર્વે બાદ આપેલ માહિતીના માહિતીના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જરૂરિયાત મુજબના સ્ટાફ અને તેમનુ કામ તેમજ રહેવાની વ્યવસ્થા અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા .

સુરત એરપોર્ટ પર કુલ 360 પ્રશિક્ષિત સીઆઇએસએફના પુરૂષ  અને મહિલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે . સીઆઇએસની સુરક્ષા આજથી શરૂ થશે તેની સાથે કેટલાક શરતોનું પાલન એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે . જેમાં સીઆઇએસએફ જવાનો માટે 100 % ફેમિલી સાથે રહેવાની વ્યવસ્થા , સીઆઇએસએફ અને સુરત એરપોર્ટ સાથેના ધારણા પત્રમાં હસ્તાક્ષર જેવા શરતોનું પાલન કરવામાં આવેલ છે .

ઉલ્લેખનીય છે કે , પોલીસ સુરક્ષા દરમિયાન અનેક વખત સ્થાનિક નેતા હોય કે અધિકારીઓ રોકટોક વગર એરપોર્ટમાં અવર જવર કરી લેતા હતા . સાથે સાથે કેટલાક લોકો તો નેતાની સાથે અંદર પણ ઘૂસી આવતા હતા તેવા સમયે એરપોર્ટ સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા હોવાની ફરિયાદો પણ પાછલા સમયમાં ઉઠી હતી . પરંતુ હવે સીઆઇએસએફ જે સ્પેશ્યલી તેમની વિંગ એરપોર્ટ સુરક્ષા માટે ટ્રેન છે તેઓ સુરત એરપોર્ટની જવાબદારી સંભાળી લેશે.

રાજકોટ અને ભાવનગર જેવા ઓછા પેસેન્જર ટ્રાફિક ધરાવતા હોવા છતાં 250 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત ધરાવે છે. ટેરર અટેક, વીઆઈપી અવરજવર, બોમ્બની ધમકી જેવા ખતરા સામે સીઆઇએસએફની સિક્યોરિટી જરૂરી છે.

ભારતમાં એવું કોઈ એરપોર્ટ નથી જ્યાં માસિક એરાઇવલ અને ટેકઓફ થતી ફ્લાઈટમાં 1 લાખથી વધુ યાત્રીઓની અવરજવર હોય અને સીઆઇએસએફની સુરક્ષા ન હોય. હાલ સુરત એરપોર્ટ પર દૈનિક 50 થી વધુ ફ્લાઈટનું આવાગમન થઇ રહ્યું છે છતાં આ સિક્યોરિટી નહીં મળવાથી આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. જેને હવે સંતોષી લેવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: RTO કચેરીમાં એજન્ટોની દાદાગીરી, એક એજન્ટે ARTOની ચેમ્બરમાં જઈ અધિકારીનો કોલર પકડી લીધો

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 19 ફેબ્રુઆરીએ સુરત આવશે,બાજીપૂરામાં સહકાર સંમેલનમાં હાજરી આપશે

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">