સુરતની ફેશન ડિઝાઇનરે મહિલાઓની રોજગારી માટે અપનાવ્યો આ માર્ગ, 10 હજાર દિવડા પેઇન્ટ કરાવી આપી રોજગારી

|

Jan 16, 2021 | 11:26 AM

દિવાળી આમ તો પ્રકાશનું પર્વ માનવામાં આવે છે. દીવડાઓ વિનાની દિવાળી અધુરી છે. દીપકનો પ્રકાશ દરેક સમયે આપના જીવનમાં એક નવો જ પ્રકાશમાં લાવે છે. ત્યારે સુરતના એક ફેશન ડિઝાઈનરે કોરોનાના આ સમયમાં પોતાના કારીગરો પાસે કામ ન રહેતા તેમને પગભર કરવા અને એક નવી જ પોઝિટિવિટી તેમના જીવનમાં આવે તેના માટે 10 હજાર કરતા […]

સુરતની ફેશન ડિઝાઇનરે મહિલાઓની રોજગારી માટે અપનાવ્યો આ માર્ગ, 10 હજાર દિવડા પેઇન્ટ કરાવી આપી રોજગારી

Follow us on

દિવાળી આમ તો પ્રકાશનું પર્વ માનવામાં આવે છે. દીવડાઓ વિનાની દિવાળી અધુરી છે. દીપકનો પ્રકાશ દરેક સમયે આપના જીવનમાં એક નવો જ પ્રકાશમાં લાવે છે. ત્યારે સુરતના એક ફેશન ડિઝાઈનરે કોરોનાના આ સમયમાં પોતાના કારીગરો પાસે કામ ન રહેતા તેમને પગભર કરવા અને એક નવી જ પોઝિટિવિટી તેમના જીવનમાં આવે તેના માટે 10 હજાર કરતા વધુ દિવડાઓને ડિઝાઇન પેઇન્ટ કરાવ્યા છે. જેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

   

સુરતના ડોક્ટર હિના મોદી કે જેમની સાથે ઘણી મહિલાઓ ફેશન શો તેમજ હેન્ડ વર્ક ના કામ માટે જોડાયેલી છે. પણ કોરોના ને લીધે છ મહિનાથી કામ ન મળતાં ડોક્ટર હિના મોદી દ્વારા એકવેરિયન્સ બ્રાઇડલ પ્રોજેકટ શરૂ કરાયો છે. જેમાં મહિલાઓને રોજગારી મળી રહે અને તેઓ પગભર થાય તે માટે તેમણે ડીઝાઈનર દીવડા બનાવ્યા છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

તેમનું કહેવું છે કે દીવડાઓ માં ખૂબ જ પોઝિટિવિટી હોય છે. જેથી ડોક્ટર હિના મોદીએ ચાર ખૂણા ધરાવતા ડિઝાઈનર દીવડાઓ આવી મહિલાઓ પાસે પેઇન્ટ કરાવ્યા. લગભગ 200 જેટલી મહિલાઓએ એક સાથે મળીને 10 હજાર કરતા વધુ દીવાઓ પેઇન્ટ કરીને રેકોર્ડ બનાવ્યો છે.

10 હજારથી વધુ દીવાઓ નું પેઇન્ટિંગ કરી તૈયાર કરી તેને માર્કેટમાં પણ મુકવામાં આવ્યા છે. જેનાથી આ દિવડા પેઈન્ટ કરનાર તમામ મહિલાઓને રોજગારી અને મળી રહેશે. 10 હજાર જેટલા દીવાઓ અને તે પણ પેઇન્ટિંગ વાળા દિવડા.જેથી તેને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે.

ડોક્ટર હિના મોદી પોતે ફેશન ડિઝાઈનર છે. તેઓ જણાવે છે કે આ દિવાળી કંઈક અલગ રીતે ઉજવવાનો તેમનો વિચાર હતો, તેમની સાથે ઘણી મહિલાઓ કામ કરે છે. પણ આ પરિસ્થિતિમાં રોજગારી પૂરી પાડવી ઘણી અઘરી છે. જેથી તેમણે વિચાર્યું કે દિવાળી નજીક છે તો દીવડાઓ થકી તેમના જીવનમાં અજવાળું ફેલાવીએ.

બસ આ જ વિચારને અમલમાં લાવી ને તેમણે મહિલાઓ પાસે દિવડા પેઇન્ટ કરાવ્યા. જેને અલગ અલગ કંપનીઓ સાથે ડીલ કરીને સ્વરૂપે વળતર આપવામાં આવશે. તે મહિલાઓને રોજગારી અને આવક પણ આપશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 3:17 pm, Wed, 28 October 20

Next Article