Surat News: ગણપતિમાં આ વર્ષે કોરોના, લોકડાઉન અને તાઉતે વાવાઝોડાની થીમ પર મંડપ બનવાના શરૂ
સુરતમાં આ વર્ષે થીમ બેઇઝડ મંડપ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં અલગ અલગ કરન્ટ ટોપિકને લઈને મંડપ અને શ્રીજીની મૂર્તિઓ બેસાડવાનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે.
Surat News: આ વર્ષે સુરતીઓ(surat ) માટે આનંદના સમાચાર એ છે કે ગણેશોત્સવ(Ganpati Festival ) ઉજવવાને પરવાનગી મળી ગઈ છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ગણપતિ મહોત્સવ ઉજવવા પર પ્રતિબંધ હતો. પરંતુ હવે કોરોનામાં કેસોમાં ઘટાડો નોંધાતા સુરતીઓએ ગણપતિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગણપતિની સાથે સાથે આ વર્ષે મંડપમાં પણ અવનવી થીમ જોવા મળી રહી છે. ગણપતિ આયોજકોએ ગણપતિની સાથે સાથે કરન્ટ ટોપિકને લઈને મંડપ પણ બનાવ્યા છે. આ વર્ષે કોરોના ,લોકડાઉન તેમજ તાઉતે વાવાઝોડાની થીમ પર મંડપ તૈયાર કરવામાં આવે છે.
સુરતીઓ આમ પણ તહેવારપ્રિય છે. અને ગણપતિ ઉત્સવને પરવાનગી મળતા જ સુરતીઓએ મૂર્તિઓના ઓર્ડર બુક કરી દીધા છે. એટલું જ નહીં અલગ અલગ થીમ પર અને સામાજિક કાર્યક્રમો સાથે કેવી રીતે આ ઉત્સવને ઉજવવો તેની તૈયારીઓ પણ કરી છે.
*કોવિડ 19 સેન્ટરની થીમ* (Covid 19) છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ખમણ લોચા અને ભજિયાની દુકાને લાઇન લગાવતા સુરતીઓ કોવિડ સેન્ટર પર વેકસિન માટે લાઇનમાં ઉભા રહેલા દેખાયા હતા. આ પરિસ્થિતિમાં સૌ કોઈ લાચાર હતા. તબીબો રાત દિવસ પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરી રહ્યા હતા. સુરતમાં એક મંડળ દ્વારા આ થીમ પર મંડપ તૈયાર કરાયો છે. જેમાં ગણેશજી ડોકટર તરીકે દર્દીની સેવા કરતા નજરે ચડી રહ્યા છે.
*લોકડાઉનમાં ટેરેસ પાર્ટીની થીમ*(Lockdown) કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકડાઉનનો સમય પણ લોકોએ કાઢ્યો છે. 24 કલાક ધમધમતા રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા. ત્યારે સુરતીઓ દ્વારા ટેરેસ પાર્ટી થીમ પર પણ ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કોફી શોપ, શોપિંગ મોલ બધું બંધ છે પરંતુ લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. અને ઘરમાં ટેરેસ પર પાર્ટી કરતા દેખાઈ રહ્યા છે.
*તાઉતે સાયકલોન પર થીમ*(Taute ) કોરોના મહામારી વચ્ચે ગુજરાતને વધુ એક સંકટનો સામનો કરવો પડ્યો હતો અને એ હતો તાઉતે વાવાઝોડાનો. સુરતના એક ગણેશ મંડળે તાઉતે વાવાઝોડાની થીમ પર મંડપ બનાવ્યો છે જેમાં સાયકલોનની અસર અને નુકશાન દર્શાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો :