Surat : સરથાણા નેચરપાર્કમાં જોવા મળશે નવા મહેમાન, ઝૂ માં જ બચ્ચાઓની સંભાળ માટે તૈયાર કરશે નાઈટ શેલ્ટર અને બેબી નર્સરી

|

Aug 03, 2022 | 9:47 AM

આ પહેલા રાજકોટ ખાતેથી સફેદ વાઘની (Tiger ) જોડી મેળવ્યા બાદ હવે સુરત ઝૂ ઓથોરિટી દ્વારા જયપુર પ્રાણી સંગ્રહાલય પાસેથી વરૂની જોડી મેળવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.

Surat : સરથાણા નેચરપાર્કમાં જોવા મળશે નવા મહેમાન, ઝૂ માં જ બચ્ચાઓની સંભાળ માટે તૈયાર કરશે નાઈટ શેલ્ટર અને બેબી નર્સરી
Sarthana Nature Park Surat (File Image )

Follow us on

શહેરના સરથાણા (Sarthana ) ખાતે આવેલ નેચરપાર્કમાં વાઘ – સિંહ સહિતના પ્રાણીઓ (Animals ) તેમજ તેમના બચ્ચાઓની (Cubs ) દેખભાળને ધ્યાનમાં રાખીને 1.87 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલયમાં જ નાઈટ શેલ્ટર અને બેબી નર્સરી બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે જાહેર બાંધકામ સમિતિ દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. અને તે સામાન્ય સભામાં મંજુરી માટે રજુ કરવામાં આવશે.

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે બનાવવામાં આવેલા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજીકલ ગાર્ડનમાં થોડા સમય પહેલા જ સિંહની જોડી દ્વારા ત્રણ તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં હાલમાં સિંહના પાંજરામાં ફક્ત એક જ જોડી રહી શકે તેવી વ્યવસ્થા છે. જો કે ભવિષ્યમાં સિંહના બચ્ચાઓ માટે વધારાના રૂમની નાઈટ શેલ્ટરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બે રૂમો અને એક બેબી નર્સરી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સિવાય રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતેથી મેળવવામાં આવેલ સફેદ વાઘની બે જોડી પણ લાવવામાં આવી છે. જેને ધ્યાને રાખીને ભવિષ્યમાં પ્રાણી સંગ્રહાલયમાં બ્રિડીંગ કરાવવા માટે વધારાના રૂમ સહિત નાઈટ શેલ્ટર સાથે ત્રણ રૂમો અને બેબી નર્સરી બનાવવામાં આવશે. આ સિવાય ઝરખના બચ્ચા, શિયાળ અને તેમના બચ્ચા સહિતના જાનવરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નાઈટ શેલ્ટર અને બેબી નર્સરી માટે 1 . 87 કરોડના ખર્ચના અંદાજ સાથે જાહેર બાંધકામ સમિતિ દ્વારા મંજુરી માટે સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયના વાઘ, સિંહ, હિમાલયન રીંછ, જળ બિલાડી, શિયાળ અને જરખ સહિતના જાનવરો માટે જરૂરિયાત મુજબ નાઈટ શેલ્ટર અને બેબી નર્સરી મળીને પ્રાણી સંગ્રહાલયમાં કુલ 2118 ચોરસ મીટર વિસ્તારમાં આ ફેસિલિટી ઉભી કરવામાં આવશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ઝૂમાં આવી શકે છે નવા મહેમાન : ભવિષ્યમાં પ્રાણી સંગ્રહાલયમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે વરુ

સુરતમાં આવેલું પ્રાણી સંગ્રહાલય ફક્ત સુરતીઓ માટે જ નહીં પરંતુ સુરત નજીક રહેતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં જ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં વાઘ અને સિંહ સહિતના જાનવરો સાથે વિવિધ પ્રજાતિના પશુ – પક્ષીઓની દેખભાળ અહીં કરવામાં આવી રહી છે. જો કે, નજીકના ભવિષ્યમાં સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વરૂની જોડી પણ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પહેલા રાજકોટ ખાતેથી સફેદ વાઘની જોડી મેળવ્યા બાદ હવે સુરત ઝૂ ઓથોરિટી દ્વારા જયપુર પ્રાણી સંગ્રહાલય પાસેથી વરૂની જોડી મેળવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ માટે અન્ય ઝૂ ઓથોરિટી સાથે વાતચીત હાથ ધરવામાં આવી છે અને આ પ્રક્રિયા થયા બાદ શહેરના પ્રાણી સંગ્રહાલયમાં વરુની જોડીનું આગમન પણ શક્ય બનશે.

Next Article