Surat : નટુકાકાને પસંદ હતી સુરતની રતાળુપુરી, નાટક માટે સુરત આવતા ત્યારે અચૂક સ્વાદ લેતા

તેમનો સાદગી અને સંપૂર્ણ રંગભૂમિને વરેલો સ્વભાવ તેમને હંમેશા જીવંત રાખશે. સુરત સાથે પણ અભિનયને લઈને તેમનો સંબંધ જૂનો રહ્યો છે.

Surat : નટુકાકાને પસંદ હતી સુરતની રતાળુપુરી, નાટક માટે સુરત આવતા ત્યારે અચૂક સ્વાદ લેતા
Surat: Natukaka loved Ratalupuri of Surat, tasting the perfect taste when coming to Surat for drama
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 9:39 AM

ઘનશ્યામ નાયક કરતા પણ નટુકાકા(natu kaka ) ના નામથી તેઓ વધારે લોકપ્રિય(favorite ) બન્યા હતા. તારક મહેતા કે ઉલ્ટા ચશ્માંના આ પાત્રએ ભારે લોકચાહના મેળવી  છે.તેમના અવસાન પછી પણ લોકો તેમને દિલથી યાદ કરી રહ્યા છે. સુરત સાથે પણ નટુકાકા ના ઘણા સંભારણા જોડાયેલા છે. સુરત એ રંગમંચ ની ભૂમિ છે. ત્યારે નટુકાકાએ સુરતમાં 100 થી પણ વધુ નાટકો ભજવીને સુરતીઓના દિલ જીતી લીધા હતા. 

તેમનો સાદગી અને સંપૂર્ણ રંગભૂમિને વરેલો સ્વભાવ તેમને હંમેશા જીવંત રાખશે. સુરત સાથે પણ અભિનયને લઈને તેમનો સંબંધ જૂનો રહ્યો છે. સુરતમાં નાટકો ભજવવા આવવાની સાથે અનેક કાર્યક્રમોમાં મહેમાન તરીકે પણ તેઓ સુરતની અવારનવાર મુલાકાત લેતા રહ્યા હતા.

સુરતમાં નાટકોના આયોજકના જણાવ્યા પ્રમાણે ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકા વર્ષ 1975 થી નાટકો કરતા આવ્યા છે. તેમને સુરતના રંગ ઉપવન, ગાંધી સ્મૃતિ ભવનમાં નાટકો ભજવ્યા છે. સુરતમાં 100 કરતા પણ વધુ નાટકો તેમણે ભજવ્યા છે. જોકે આ બધા નાટકોમાં તેમનું પાત્ર કોમેડીયનનું જ હતું.  તેઓને સુરતનું ફૂડ પણ ખુબ પસંદ હતું. તેઓ કહેતા કે ગુજરાતમાં કશે પણ ફરી લો પણ સુરત જેવું ભોજન ક્યાંય નહીં મળે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ખાસ કરીને તેઓ જયારે સુરત આવતા હતા તો સ્ટેશન વિસ્તારમાં મળતી રતાળુની પુરી અચૂક ખાવા જતા. આ ઉપરાંત તેમને સુરતી ફૂડ ઊંધિયું પણ ખુબ પસંદ હતું, જોકે છેલ્લા 15 વર્ષથી તેઓ સુરતમાં એક પણ નાટક માટે આવ્યા નથી. પરંતુ નવરાત્રી જેવા કાર્યક્રમો માટે મહેમાન કલાકાર તરીકે હાજરી આપવા તેઓ સુરત આવતા રહ્યા છે.

વર્ષ 2016માં નટુકાકાની ફિલ્મ એક્કો બાદશાહ રાણીનુ એડિટિંગ સુરતમાં થયું હતું. ત્યારે પણ સુળીયો પર તેઓ ફિલ્મના ડબિંગ માટે આવ્યા હતા. તેઓ ત્રણથી ચાર કલાક સ્ટુડિયોમાં રોકાયા હતા. આમ, સુરત સાથે અનેક રીતે તેમનો સબંધ જોડાયેલો રહ્યો છે. સુરત અને સુરતના નાટ્યકલાકારો આ અદના આદમીને તેના સરળ સ્વભાવ અને એક ઉત્તમ કલાકાર તરીકે હમેશા યાદ રાખશે.

આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકામાં ઓનલાઇન ફરિયાદોનો ઓનલાઇન નિકાલ કરવામાં આવતો હોવાનો ખુલાસો

આ પણ વાંચો : Surat : બે દિવસમાં 800 ટન કરતા વધુ ડામર વાપરીને રસ્તા રીપેર કરાયા પણ ફરી વરસાદ પડતા પરિસ્થિતિ જૈસે થે વૈસે

g clip-path="url(#clip0_868_265)">