Surat: સગીરાનું ગર્ભપાત બાદ મોત, સગીરાના બેન બનેવીની પોલીસે કરી ધરપકડ

|

Nov 19, 2022 | 10:21 AM

ડો. હિરેન પટેલે 5 હજાર રૂપિયામાં ગર્ભપાત કરાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક સગીરાને સચિન જીઆઈડીસીમાં રહેતા એક યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. 

Surat: સગીરાનું ગર્ભપાત બાદ મોત, સગીરાના બેન બનેવીની  પોલીસે કરી ધરપકડ
Surat crime news
Image Credit source: Tv 9 Bharatvarsh

Follow us on

સુરતની સચિન GIDCમાં ગેરકાયદે ગર્ભપાત બાદ સગીરાના મોત કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો  છે.  સુરત પોલીસે ગર્ભપાત માટે લઈ જનારા સગીરાના બેન-બનેવી અને તબીબની ધરપકડ કરી છે. ઉધના વિસ્તારમાં આવેલી શ્રીજી ક્લિનીક એન્ડ હોસ્પિટલના ડૉ. હિરેન પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ તબીબે જ ગેરકાયદે ગર્ભપાત કરાવ્યો હતો.  ડો. હિરેન પટેલે 5 હજાર રૂપિયામાં ગર્ભપાત કરાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક સગીરાને સચિન જીઆઈડીસીમાં રહેતા એક યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સગીરાના મોત બાદ સચિન જીઆઈડીસી પોલીસે બળાત્કાર, પોક્સો, મનુષ્યવધ, ગર્ભપાતની કલમો અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટની કલમો હેઠળ સગીરાની બહેન-બનેવી, ઉધનાના હોમોપેથિક ડોક્ટર તેમજ અન્ય યુવક સામે ગુનો નોંધ્યો છે. હાલમાં સચિન જીઆઇડીસી પોલીસે સગીરાના બેન-બનેવી અને ડોકટર હિરેન ભાનુભાઈ પટેલ(37)(રહે,શાલીગ્રામ હાઇટ્સ, અલથાણ, મૂળ રહે,પાલીતાણા, ભાવનગર)ની ધરપકડ કરી છે.

IPC ની વિવિધ કલમ હેઠળ થઈ શકે છે સજા

376(2)(જે)- સખત કેદ 20 વર્ષથી ઓછી નહિ અથવા આજીવન કેદ,
312- 7 વર્ષની કેદ અને દંડ
304-આજીવન કેદ અથવા 10 વર્ષની કેદ અને દંડ 313-10 વર્ષની કેદ અને દંડ
314-10 વર્ષની કેદ અને દંડ

Published On - 10:12 am, Sat, 19 November 22

Next Article